________________
194
જૈન ધર્મ સાર સંદેશ પોતાના અનંત દુઃખ મટાડવા અને પરમ પદને પ્રાપ્ત કરવા માટે પોતાનામાં બહારથી કોઈ નવા ગુણ લાવવાની આવશ્યકતા હોતી નથી. આત્મા
સ્વયં જ સર્વગુણ-સંપન્ન છે.બસ ફક્ત કોઈ સંત સદ્ગક્ની સહાયતાથી એના પ્રકાશને ઢાંકનારા બાહ્ય આવરણને હટાવી દેવાની આવશ્યકતા હોય છે. એને હટાવવાનો ઉપાય પણ સંતોએ સુગમ કરી દીધો છે. આ સંબંધમાં દીપચંદજી શાહ કાશલીવાલ કહે છેઃ
જ્ઞાન અને દર્શન (વિશ્વાસ)ને ધારણ કરનારો મારો આત્મા ચૈતન્ય અને આનંદરૂપ છે. મારું આ સ્વરૂપ અનંત ચૈતન્યશક્તિથી સુશોભિત અને અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આ મારા જ ઉપયોગ માટે છે. હું પોતાનું ધ્યાન પોતાના આ સ્વરૂપમાં લગાવીશ. આ પ્રમાણે અનાદિ દુઃખને મટાડીશ અને પરમપદને પ્રાપ્ત કરીશ. પોતાના સ્વરૂપ-પ્રાપ્તિનો આ સુગમ રાહ છે. આત્માને પોતાના અનુભવમાં લાવવું જ કઠિન છે. એને પણ સંતોએ સુગમ કરી દીધું છે. હું પણ એને તેમના જ પ્રસાદરૂપમાં પામ્યો છું.
આ પ્રમાણે આત્માના અનુભવનો પ્રકાશ પ્રાપ્ત કરવો જ આનંદ ધામમાં અખંડ સુખ ભોગવવું છે. એને માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય છે, વચન (કથન) દ્વારા વ્યક્ત કરી શકાતું નથી.”
કોઈ સંત સદ્ગની સંગતિમાં આવ્યા પછી જીવની વિચારધારા કેવી રીતે બદલાય છે અને તે કેવી રીતે સંસારમાં અનાસક્ત ભાવથી રહીને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, એને ચંપક સાગરજી મહારાજે ખૂબ જ સ્પષ્ટ અને સુંદર ઢંગથી પ્રસ્તુત કર્યુ છે. તેઓ કહે છેઃ
જો ક્યારેક આત્માને સૌભાગ્યથી કોઈ સદ્ગક્નો સમાગમ થઈ જાય છે, તો તેઓ દયાળુ થઈને આ મોહિત સંસારી જીવને પોતાના પરમહિત ઉપદેશથી સાવધાન કરે છે કે “જે સુખ શાંતિ માટે તું બહાર ભટકી રહ્યો છે તે સુખ શાંતિનો અથાગ સાગર તો તારી ભીતર (શરીરમાં નહીં આત્મામાં) હિલોળા લઈ રહ્યો છે. કસ્તૂરા હરણની નાભિમાં કસ્તૂરી હોય છે તેની મોહક સુગંધમાં તે હરણ મસ્ત થઈ જાય છે પરંતુ ભ્રમથી તે તે સુગંધને પોતાની અંદરની ન સમજીને બહારની