________________
190
જૈન ધર્મ સાર સંદેશ છે, આપણાં બધાં દુઃખ મટી જાય છે અને આપણે અનંત આનંદની પ્રાપ્તિ કરી લઈએ છીએ. આ વાતોને સમજાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
જેવી રીતે બધાની ગઠડીમાં લાલ અથવા મણિ છે, છતાં પણ બધા ભ્રમમાં ભૂલેલા દુઃખથી પરેશાન થઈ રહ્યા છે. જો ગઠડી ખોલીને જોઈ લઈએ, તો સુખી થઈ જઈશું. જો આંધળો કૂવામાં પડી જાય તો કોઈ આશ્ચર્ય નથી. પરંતુ જો આંખવાળો કૂવામાં પડે તો આશ્ચર્ય છે. તે જ પ્રમાણે આ જાણનારો અને દેખનારો આત્મા સંસારરૂપી કૂવામાં પડી ગયો છે, આ ખૂબ આશ્ચર્યની વાત છે. મોહરૂપી ઠગે આત્માના શિર પર પોતાની ઠગાઈ (છેતરપિંડી અથવા ભ્રાંતિ) નાંખી રાખી છે જેનાથી સંસારરૂપી ઘરને જ પોતાનું ઘર માનીને તે નિજ ઘરને ભૂલેલો છે. ગુરુના જ્ઞાનમંત્ર દ્વારા જ્યારે ઠગાઈ ઊતારવામાં આવે છે ત્યારે જ તે નિજઘરને પ્રાપ્ત કરે છે. શ્રીગુરુ તેને વારંવાર નિજઘરને પામવાનો ઉપાય બતાવે છે અને તેને પોતાના અખંડ સુખ-ભરેલા ધામને પ્રાપ્ત કરીને અવિનાશી રાજ્ય કરવાનું કહે છે. તેઓ સમજાવે છે કે પોતાના પાપકર્મોના કારણે જ તે પોતાનું રાજપદ ખોઈ નાંખ્યું અને હવે કંગાળ બનીને કોડી-કોડી ભાગતો ફરે છે. તારો ખજાનો તારી પાસે જ હતો, તે તેની સંભાળ ન કરી. એટલા માટે દુઃખી બન્યો.18
સદ્ગુરુ (સંત મહાત્મા) પરમાત્મસ્વરૂપનો નિજી અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મારૂપ થઈ ગયેલા હોય છે. એટલા માટે તેમનાથી પ્રાપ્ત દીક્ષા અને ઉપદેશનો મોક્ષાર્થીના હૃદય પર ઊંડો પ્રભાવ પડે છે. તેઓ જ શાસ્ત્રનો યથાર્થ મર્મ સમજાવી શકે છે. પરંતુ જો કોઈ શાસ્ત્રોને સ્વયં વાંચીને પરમાર્થના મર્મને ગ્રહણ કરવાની ચેષ્ટા કરે છે તો તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. એનાથી વિપરિત, જે સદ્ગુરુ પાસેથી સાંભળીને અને સમજીને પરમાર્થની સાધનામાં લાગે છે, તે પોતાના પ્રયોજનને સિધ્ધ કરી લે છે. એટલા માટે પરમાર્થના ખોજીને જરૂરી છે કે સદ્ગુરુની પાસે જઈને તેમના ઉપદેશનો લાભ ઉઠાવે અને પોતાનો પ્રયોજન સિદ્ધ કરે. માત્ર શાસ્ત્રોને વાંચવાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. આ જ તથ્યની તરફ સંકેત કરતાં કાનજી સ્વામી કહે છેઃ