________________
189
છે. તે નેત્રના ખુલવાથી સાધક ત્રિલોચન (ત્રણ નેત્રવાળો) બની જાય છે અને તે ત્રણેય લોકોને જોઈ શકે છે. તે નેત્રના ખૂલ્યા વિના ન તો આપણી અજ્ઞાનતાનું અંધારું દૂર થાય છે, ન આપણા દુઃખોનો અંત થાય છે અને ન આપણે ક્યારે સુખી જ થઈ શકીએ છીએ. સદ્ગ દ્વારા પ્રાપ્ત આ જ્ઞાનનો મહિમા બતાવતાં જૈન ધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આ સંસારરૂપી ઉગ્ર મરુસ્થળમાં દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત (ખૂબ તપેલા) જીવોને આ સત્યાર્થ જ્ઞાન જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારના દુઃખોને મટાડનાર સમ્યજ્ઞાન જ છે.
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય (પૂર્ણતાની સાથે) ઉદય થતો નથી ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત રહે છે, પરંતુ જ્ઞાનના પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુને નષ્ટ કરવા માટે તીર્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત(બધા) તત્ત્વોને પ્રકાશિત કરવા માટે ત્રીજું નેત્ર છે.
જેની નિર્દોષ ચેષ્ટામાં ત્રીજા જ્ઞાન-નેત્ર દ્વારા ત્રૈલોક્ય (ત્રિલોકી) દર્પણના સમાન પ્રતિબિંબિત થાય છે, તેને ત્રિલોચન' કહે છે.?
સદ્ગુરુ દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, તે આપણી અંદર જ છે, સદ્ગુરુ કયાંય બહારથી કંઈક ઘોળીને આપણને પિવડાવતા નથી. તેઓ તો ફક્ત આંતરિક આંખ ખોલાવાની યુક્તિ શિખવાડે છે.તે યુક્તિને જાણ્યા વિના આપણે દુઃખી બનીને ઠેર ઠેરની ઠોકરો ખાતા ફરીએ છીએ. આપણી પોતાની જ ગઠડીમાં જ્ઞાનનું અમોલખ રત્ન, મણિ અથવા લાલ રાખેલાં છે. પરંતુ આપણે તે ગઠડીને ખોલવાની યુક્તિ જાણતા નથી. એટલા માટે આપણે સંસારમાં કંગાળની જેમ કોડી-કોડી માટે મોહતાજ બનીને ફરીએ છીએ અને અગણિત જન્મો સુધી કષ્ટ ભોગવતા રહીએ છીએ છે. પોતાની અંદર અનંત જ્ઞાનનો ભંડાર હોવા છતાં પણ આપણે સંસારના અંધકૂપમાં પડ્યા રહીએ છીએ. સદ્ગુરુ તે ગઠડીને ખોલવાની યુક્તિ શિખવાડીને જ્ઞાનરૂપી લાલની પ્રાપ્તિ કરાવી દે છે. ત્યારે આપણને આપ મેળે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય