________________
188
જૈન ધર્મ સાર સંદેશ નથી. ત્યારે સદ્ગુરુરૂપી નેત્ર-વેદ્ય મળ્યા. તેમણે જ્ઞાનના આવરણને દૂર કરવાની યુક્તિ બતાવી. તે યુક્તિનો શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરવાથી જ્ઞાનનું આવરણ દૂર થઈ ગયું. ત્યારે તે જીવે સ્વયં જ પોતાના અખંડ
જ્યોતિસ્વરૂપનાં દર્શન કર્યા અને તેને અનંત સુખની પ્રાપ્તિ થઈ.ડ
સદ્ગુરુની દીક્ષા અને ઉપદેશનું અમૃતમય વચન જ તે અંજન છે જેનાથી જીવની આંતરિક આંખનો પડદો હટે છે, તેના અંતરમાં અનંત જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે અને તે પરમાત્માના આનંદમય રસમાં મગ્ન થાય છે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
અજ્ઞાનનું આવરણ ત્યારે જ હટે છે જ્યારે સદ્ગુરુ પોતાના વચનરૂપી અંજનથી આ આવરણને દૂર કરે છે. ત્યારે જ આંતરિક જ્ઞાન-ચક્ષુ પ્રકાશિત થાય છે તથા લોક અને અલોક દેખાવા લાગે છે. આ જ્ઞાનનો મહિમા અપાર છે. અંદરના જ્ઞાનમય મૂર્તિનું ધ્યાન કરીને અનેકમુનિજન અથવા સંત-મહાત્મા પાર થઈ ગયા. .. તે મૂર્તિનું સ્વરૂપ જ્ઞાનનો ભંડાર છે. તે સ્વરૂપનું વારંવાર ધ્યાન કરવાથી અવિનાશી રસની પ્રાપ્તિ થાય છે. તે રસનું સેવન સંત-જન કરતા રહ્યા છે. તું પણ તેનું સેવન કર. આ કલ્યાણમય અનુપ જ્યોતિસ્વરૂપ પદ તારું પોતાનું જ છે. તું પરમેશ્વરના પદને પોતાનાથી દૂર ન સમજ. પોતાને પરમેશ્વરનું જ રૂપ સમજ તેને કંઈક યાદ તો કર. પછી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થઈ જશે. મોહનો અંધકાર મટી જશે અને બધું જ પૂરું કરી લેવાનો આનંદમય ભાવ ચિત્તમાં છવાઈ જશે. એટલા માટે પરાયી (પોતાનાથી ભિન) વસ્તુઓનું ધ્યાન અને ચિંતન છોડીને શીધ્ર પોતાના આત્માની તરફ જો તથા તેના વિચાર અને ધ્યાનમાં મગ્ન રહે. તારી અંદર જ પરમાત્માનો આનંદમય વિલાસ થઈ રહ્યો છે. એનાથી અધિક ભલું બીજું શું છે?46
બાહ્ય આંખોથી આપણે ફક્ત બાહ્ય સંસારના અનિત્ય અને નશ્વર પદાર્થોને જ જોઈએ છીએ જે મોહક અને ભ્રામક છે. તેઓ આપણી અંદર અનેક વિકાર પેદા કરીને આપણને દુઃખમાં ફસાવી રાખે છે. તે દુઃખથી મુક્તિ અપાવવા માટે સદ્ગુરુ જ આપણા ત્રીજા નેત્રને ખોલે છે અને આપણને સાચું જ્ઞાન પ્રદાન કરે