________________
256
જૈન ધર્મ સાર સંદેશ સુસંગતિ અને સુઅવસર પ્રાપ્ત કરવો દુર્લભ છે. આવા મનુષ્યોમાં પણ તે સાધકો અત્યંત દુર્લભ છે જઓ આળસ અને સુસ્તીને છોડીને પૂર્ણ તત્પરતાની સાથે બોધિ (પરમ જ્ઞાન)ની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ બોધિ જ મોક્ષનું સાધન અથવા માર્ગ છે. આ તથ્યનું વારંવાર ચિંતન કરવું કે બોધિ જ દુર્લભથી દુર્લભ પદાર્થ છે અને એકમાત્ર મનુષ્ય-જીવનમાં જ એની પ્રાપ્તિ થઈ શકે છે, બોધિદુર્લભ ભાવના કહેવામાં આવે છે.
આ ભાવના આળસ અને અસાવધાનીને ત્યાગવા અને પૂર્ણ તત્પરતાની સાથે બોધિ-પ્રાપ્તિના પ્રયત્નમાં લાગ્યા રહેવાની પ્રેરણા આપે છે.
શુભચંદ્રાચાર્યએ બોધિદુર્લભ ભાવનાને આ પ્રમાણે સમજાવી છેઃ આ જે બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર – સ્વરૂપ રત્નત્રય છે, સંસારરૂપી સમુદ્રમાં પ્રાપ્ત થવા સુગમ નથી, પરંતુ અત્યંત દુર્લભ છે. એને પામીને પણ જે ખોઈ બેસે છે, તેમને હાથમાં રાખેલાં રત્નને મહાસાગરમાં નાખી દેતાં પર જેમ ફરી મળવું કઠિન છે, તે જ પ્રમાણે સમ્યગ્રત્નત્રયને પામવું દુર્લભ છે.33
જિન-વાણીમાં પણ આ દુર્લભ મનુષ્ય-જીવનમાં અત્યંત દુર્લભ બોધિ, અર્થાત્ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રને અપનાવવા પર ભાર આપતાં કહેવામાં આવ્યું છેઃ
આ પ્રમાણે આ મનુષ્યગતિને દુર્લભથી પણ અતિદુર્લભ જાણીને અને તે જ પ્રમાણે દર્શન, જ્ઞાન તથા ચારિત્રને પણ દુર્લભથી દુર્લભ સમજીને દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેનું ખૂબ આદર કરો.
આ પરમ દુર્લભ બોધિ કે સમ્યગ્દર્શન,જ્ઞાન અને ચારિત્રને જ મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે, જે માનવ-જીવનનું લક્ષ્ય છે.
12. ધર્મ ભાવના સર્વજ્ઞ દેવે જીવોના ઉદ્ધાર માટે તેમને ધર્મનો ઉપદેશ આપ્યો છે. ધર્મના સંરક્ષણમાં જ જીવોના ઉપકાર માટે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે નિયમિત રીતે પોત-પોતાનું કાર્ય કરે છે. ધર્મ આ લોકમાં જીવની રક્ષા કરે છે અને પરલોકમાં મોક્ષરૂપી અમૃત પ્રદાન