________________
અનુપ્રેક્ષા (ભાવના)
255 ભિન્ન છે. એને સારી-રીતે સમજીને સાધકે બધા સાસરિક પદાર્થોનાં પ્રતિ મમતા કે પોતાપણાનો ત્યાગ કરી દેવો જોઈએ.
આ પ્રમાણે લોકના યથાર્થ સ્વરૂપનું વારંવાર સ્મરણ અને ચિંતન કરવું જ લોકભાવના છે. આ ભાવના આત્મસ્વરૂપનું ધ્યાન કરવામાં ખૂબ જ સહાયક થાય છે.
જ્ઞાનાવમાં લોકભાવનાને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ જેટલાં આકાશમાં જીવો વગેરે ચેતન અચેતન પદાર્થો જ્ઞાની પુરુષોએ જોયા છે, તે તો લોક છે. તેનાથી બાહ્ય જે કેવળ માત્ર આકાશ છે, તેને અલોક કે અલોકાકાશ કહે છે.
આ લોકમાં એ બધાં પ્રાણી વિવિધ ગતિઓમાં સંસ્થિત (રહેતાં) પોતપોતાનાં કર્મરૂપી ફાંસીને વશીભૂત થઈને મરતાં તથા ઉપજતાં રહે છે.
આ ભાવનાનો સંક્ષિપ્ત અભિપ્રાય એ છે કે આ લોક જીવાદિક દ્રવ્યોની રચના છે. જે (સમસ્તદ્રવ્ય) પોત પોતાના સ્વભાવને લઈને ભિન્ન-ભિન્ન વિરાજમાન છે, તેમનામાં સ્વયં એક આત્મદ્રવ્ય છે. તેનું સ્વરૂપ યથાર્થ જાણીને, અન્ય પદાર્થોથી મમતા છોડીને, આત્મભાવન (આત્મચિંતન) કરવું જ પરમાર્થ છે. વ્યવહારથી સમસ્ત દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ, જેનાથી મિથ્યા-શ્રદ્ધાન દૂર થઈ જાય છે, આ પ્રમાણે લોકભાવનાનું ચિંતન કરવું જોઈએ.”
આ કથનોથી સ્પષ્ટ છે કે ઉત્પન્ન અને નષ્ટ થનારી સાંસારિક વસ્તુઓને આત્માથી ભિન્ન સમજતાં તેમના પ્રતિ મોહ અને મમતાનો ત્યાગ કરીને સમભાવથી આંતરિક ધ્યાન કરીને આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. આ જ લોકભાવનાનો ઉદ્દેશ્ય છે.
I. બોધિદુર્લભ ભાવના સંસારના અસંખ્ય જીવોમાં મનુષ્યને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અનેક યોનિઓમાં ભટક્યા પછી અત્યંત કઠિનાઈથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં પણ પાંચેય ઈન્દ્રિયો અને સુંદર બુદ્ધિથી યુક્ત હોવું અને પછી