________________
254
જૈન ધર્મઃ સાર સંદેશ
વિશેષમાં દબાવીને ગરમી દ્વારા પકવવું અવિપાક નિર્જરાનું ઉદાહરણ છે. સવિપાક નિર્જરા સંપૂર્ણ સંસારી જીવોને હોય છે, પરંતુ અવિપાક નિર્જરા સમ્યદ્રષ્ટિ સત્પુરુષો તથા વ્રતધારીઓની જ હોય છે. નિર્જરા સ્વરૂપનું આ પ્રમાણે ચિંતન કરવું નિર્જરાનુપ્રેક્ષા છે.29
જ્ઞાનાર્ણવમાં નિર્જરા ભાવનાના આ બન્ને ભેદોને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યા છેઃ
આ નિર્જરા જીવોને સકામ અને અકામ બે પ્રકારની હોય છે. એમનામાંથી પહેલી સકામ નિર્જરા (અવિપાક નિર્જરા) તો મુનિ ઓને હોય છે અને અકામ નિર્જરા (સવિપાક નિર્જરા) સમસ્ત જીવોને હોય છે.
યદ્યપિ કર્મ અનાદિકાળથી જીવની સાથે લાગેલાં છે, તથાપિ તેઓ ધ્યાનરૂપી અગ્નિ સાથે સ્પર્શ થતાં તત્કાળ જ ક્ષય થઈ જાય છે. તેમનો ક્ષય થવાથી જેમ અગ્નિના તાપથી સુવર્ણ શુદ્ધ થાય છે, તે જ પ્રમાણે આ પ્રાણી પણ કર્મનષ્ટ થઈને શુદ્ધ (મુક્ત) થઈ જાય છે.30
સ્થિરભાવથી પોતાના અંતરમાં આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી જ ઉત્તમ નિર્જરા થાય છે. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે મુનિ સમતાભાવરૂપ સુખમાં લીન થઈને આત્માનું સ્મરણ કરે છે તથા ઇન્દ્રિયો અને કષાયોને જીતી લે છે તેને ઉત્કૃષ્ટ (ઉત્તમ) નિર્જરા થાય છે.
આ પ્રમાણે સંવર દ્વારા નવા કર્મોનો પ્રવાહ રોકાઈ જવાથી અને નિર્જરા દ્વારા બધાં સંચિત કર્મોના નષ્ટ થઈ જવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
10. લોક ભાવના
જ્યાં જીવ અને અજીવ (અચેતન) પદાર્થોનો નિવાસ છે તેને લોક કહે છે. આ લોકમાં આત્માને છોડી અન્ય બધા પદાર્થો પરિવર્તનશીલ છે. તેઓ બધા સમયની સીમામાં છે અને કોઈ વિશેષ સમયે ઉત્પન્ન અને નાશ થતા રહે છે. એકમાત્ર આત્મા જ નિત્ય પદાર્થ છે જે બધાં સાસાંરિક પદાર્થોથી બિલકુલ