________________
253
અનુપ્રેક્ષા (ભાવના)
ઇન્દ્રિયોના વિષયો પ્રતિ રાગ ન રાખવાથી કે તેમનાથી અનાસક્ત રહેવાથી આત્મામાં કોઈ પણ નવા કર્મનો પ્રવેશ થતો નથી. સંવરનો આ જ વાસ્તવિક અર્થ છે. નવા કર્મોથી આત્માને બચાવવા કે ઢાંકી રાખવા માટે સંવર જાણે એક કવચ છે. આ જ ભાવને જિન-વાણીમાં આ પ્રમાણે વ્યકત કરવામાં આવ્યા છેઃ
જે મુનિ ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈને મનોહર ઈન્દ્રિય વિષયોથી આત્માને સદેવ સંવૃત (ઢાંકેલો અર્થાત્ સુરક્ષિત) રાખે છે, તેની સ્પષ્ટ સંવર ભાવના છે.28
9. નિર્જરા ભાવનાઃ નિર્જરાનો અર્થ છે કર્મોનું બળી જવું કે ઝરી જવું. કર્મ જ સંસારના બીજ છે. જેવું કે આપણે હમણાં જોયું છે, સંવર દ્વારા નવા કર્મ આત્મામાં પ્રવેશ કરી શકતાં નથી. નિર્જરા દ્વારા આત્માનાં સમસ્ત સંચિત કર્મો બળી જાય છે. આ પ્રમાણે સંવર અને નિર્જરા દ્વારા બધાં કર્મોથી છુટકારો પામીને આત્મા સદાને માટે મોક્ષ સુખને પ્રાપ્ત કરી લે છે.
નિર્જરાના બે ભેદ બતાવવામાં આવ્યા છેઃ (1) સવિપાક નિર્જરા અર્થાત્ આત્મામાં સંચિત કર્મોનું પોતાનું ફળ આપીને સ્વયં બળી જવું કે ઝરી જવું, અને (2) અવિપાક નિર્જરા અર્થાત્ સંચિત કર્મોને પારમાર્થિક સાધના દ્વારા બાળીને નષ્ટ કરી દેવાં.
આ બન્ને ભેદોને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ આ (નિર્જરા) બે પ્રકારની હોય છે; એક સવિપાક નિર્જરા,બીજી અવિપાક નિર્જરા. પૂર્વ સંચિત કર્મોની સ્થિતિ પૂર્ણ થઈને તેમનાં રસ (ફળ) આપીને સ્વયં ઝરી જવાને સવિપાક નિર્જરા કહે છે, અને તપશ્ચર્યા પરીષહવિજયાદિ (ભૂખ-પ્યાસ, ઠંડી-ગરમી વગેરેને સ્થિર ભાવથી સહન કરવામાં સફળતા)ના દ્વારા કર્મોની સ્થિતિ પૂરી કર્યા વગર જ ઝરી જવાને અવિપાક નિર્જરા કહે છે. આમ્રફળનું વૃક્ષમાં લાગેલ કાળ પામીને સ્વયં પાકી જવું સવિપાક નિર્જરાનું અને પદાર્થ