________________
જૈન ધર્મઃ સાર સંદેશ
બીજાઓને પીડા ન પહોંચાડવાના ઉદ્દેશ્યથી સાવધાનીથી ચાલવું-ફરવું, સંયમપૂર્વક રહેવું વગેરે.
252
આ પ્રમાણે નવાં બંધનકારી કર્મોને પોતાની અંદર પ્રવેશ ન થવા દેવા માટે અંદર અને બહારથી પૂર્ણ સતર્ક અને સચેષ્ટ બનેલા રહેવું જ સંવર ભાવનાનું વાસ્તવિક લક્ષ્ય છે. એને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
સમસ્ત આસ્રવોના નિરોધને સંવર કહ્યું છે. તે દ્રવ્યસંવર તથા ભાવસંવરના ભેદથી બે પ્રકારનાં છે.
જે પ્રમાણે યુદ્ધના સંકટમાં સારી રીતે સજાયેલા વીરપુરુષ બાણોથી ભેદાતા નથી, તે જ પ્રમાણે સંસારની કારણરૂપ ક્રિયાઓથી વિરતિરૂપ (વૈરાગ્ય) સંવરવાળા સંયમી મુનિ પણ અસંયમરૂપ બાણોથી ભેદાતા નથી. જે કારણે આસ્રવ થાય, તેના પ્રતિપક્ષી (વિરોધી) ભાવોથી તેને રોકવો જોઈએ.
ક્રોધકષાયનો તો ક્ષમા શત્રુ છે, તથા માનકષાયનો મુભાવ (કોમળભાવ), માયાકષાયનો ભાવ (સરળભાવ) અને લોભકષાયનો પરિગ્રહ ત્યાગભાવ; આ પ્રમાણે અનુક્ર્મથી (ક્રમાનુસાર) શત્રુજાણવા જોઈએ.
જે યોગી ધ્યાની મુનિ છે, તેઓ નિરંતર સમભાવોથી અથવા નિર્મમત્વથી રાગદ્વેષનું નિરાકરણ (ઉકેલ) કરતા રહે છે, તથા સમ્યગ્દર્શનના યોગથી મિથ્યાત્વરૂપ ભાવોને નષ્ટ કરી દે છે.
સંવર કરવામાં તત્પર સંયમી અને નિઃશંક મુનિ અસંયમરૂપી વિષના (ઝેરના) ઉદ્ગાર (ઉભરો)ને સંયમરૂપી અમૃતમયી જળથી દૂર કરી દે છે.
જેમ ચતુર દ્વારપાલ મેલા તથા અસભ્યજનોને ઘરમાં પ્રવેશ કરવા દેતો નથી તે જ પ્રમાણે સમીચીન (શુદ્ધ) બુદ્ધિ પાપ-બુદ્ધિને હૃદયમાં ફરકવા દેતી નથી.
આનો સંક્ષિપ્ત આશય એ છે કે આત્મા અનાદિકાળથી પોતાના
સ્વરૂપને ભૂલી રહ્યો છે, આ કારણે આસ્રવરૂપ ભાવોથી કર્મોને બાંધે છે અને જ્યારે એ પોતાના સ્વરૂપને જાણીને તેમાં લીન થાય છે, ત્યારે તે સંવરરૂપ થઈને આગામી (આવનારા) કર્મબંધનને રોકે છે.7