________________
અનુપ્રેક્ષા (ભાવના)
251 કર્મ પુણ્ય તથા પાપરૂપે બે પ્રકારનું હોય છે. તેનાં કારણો પણ બે પ્રકારનાં છે – પ્રશસ્ત (શુભ) અને ઈતર અર્થાત્ અપ્રશસ્ત (અશુભ). મંદ કષાય (અલ્પ વિકાર)રૂપ પરિણામ (પરિવર્તન) પ્રશસ્ત અને તીવ્ર કષાયરૂપ પરિણામ અપ્રશસ્ત કર્માસ્ત્રવનાં કારણો છે.
શુભચંદ્રાચાર્યે શુભ અને અશુભ કર્મોના આસ્રવને આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો છેઃ
જેમ સમુદ્રમાં પ્રાપ્ત થયેલું જહાજ છિદ્રોથી જળને ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે જીવ શુભાશુભયોગરૂપ છિદ્રોથી (મન વચન કાયાથી) શુભાશુભકર્મોને ગ્રહણ કરે છે.25
સંક્ષેપમાં, બંધનકારી કર્મોનો જીવમાં પ્રવેશ કરવો જ આસ્રવ છે. આ વાતનું વારંવાર ચિંતન કરવું અને આ વાતને સારી રીતે ચિત્તમાં બેસાડી લેવી જ આસવ ભાવના છે. આ ભાવના જીવને બંધનકારી કર્મોથી બચેલો રહેવા માટે સજાગ કરે છે.
8. સંવર ભાવના તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનુસાર કર્મોના આસ્રવ (પ્રવાહ)નો વિરોધ કરવો (રોકવું) જ સંવર છે, “આસ્રવ નિરોધઃ સંવરઃ”26
આપણે જે પણ શુભ અથવા અશુભ કર્મો કરીએ છીએ, તેઓ પહેલાં આપણા ચિત્તમાં શુભ કે અશુભ ભાવના રૂપમાં ઊઠે છે. ત્યારે આપણે કાયા, વચન અને મન દ્વારા તે ભાવોને કાર્યરૂપ આપીએ છીએ. એના અનુસાર સંવરના બે ભેદ કરવામાં આવે છેઃ (i) ભાવ સંવર અને (i) દ્રવ્ય સંવર. જીવના તે ભાવો જે કર્મોના આસ્રવને રોકનારા હોય છે તેમને ભાવસંવર કહે છે અને તે ભાવો અનુસાર નવાં કર્મોનો આત્મામાં પ્રવેશ રોકાઈ જવો દ્રવ્યસંવર કહેવાય છે. જેનધર્મમાં કર્મોના આમ્રવને રોકવા માટે ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેમ કે રાગ-દ્વેષને દૂર કરવા માટે પુરુષો અથવા મહાત્માઓની જીવનચર્યાનું સ્મરણ કરવું,