SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 250 જૈન ધર્મ સાર સંદેશ આ શરીરમાં જે જે પદાર્થો છે, સુબુદ્ધિથી વિચાર કરતાં તેઓ બધાં ધૃણાના સ્થાન તથા દુર્ગધમય વિષ્ટાના ઘર જ પ્રતીત થાય છે. આ શરીરમાં કોઈ પણ પદાર્થ પવિત્ર નથી. જો આ શરીર બહારના ચામડાથી ઢંકાયેલ ન હોત, તો માખી, કૃમિ તથા કાગડાઓથી એની રક્ષા કરવામાં કોઈ પણ સમર્થ ન હોત. આ શરીરને પ્રાપ્ત થવાનું ફળ તેમણે જ લીધું, જેમણે સંસારથી વિરકત (ઉદાસીન કે અનાસક્ત) થઈને એને પોતાના કલ્યાણમાર્ગમાં પુણ્યકર્મોથી ક્ષણ કર્યું. આ જગતમાં સંસારથી (જન્મમરણથી) ઉત્પન્ન જે જે દુઃખો જીવોને સહેવાં પડે છે, તેઓ બધાં આ શરીરના ગ્રહણથી જ સહેવાં પડે છે. આ શરીરથી નિવૃત્ત (મુક્ત) થતાં પછી કોઈ પણ દુઃખ નથી.23 મનુષ્ય-શરીર પામીને શરીરથી સદાને માટે છુટકારો પામી લેવામાં જ આત્મ-કલ્યાણ છે. 7. આરવ ભાવના કાયા, વચન અને મન દ્વારા જીવ જે શુભ (પ્રશસ્ત) અને અશુભ (અપ્રશસ્ત) કર્મ કરે છે તેના અનુસાર જ તેનાં પુણ્ય અને પાપના વિકારો પ્રવેશ કરે છે. જેવી રીતે અહિંસા, સત્ય વગેરે શુભ કર્મોથી પુણ્ય અને હિંસા, અસત્ય વગેરે અશુભ કર્મોથી પાપના વિકાર જીવમાં પ્રવેશ કરે છે. આ શુભ અને અશુભ કર્મોથી ઉત્પન્ન વિકારોનો જીવમાં પ્રવેશ કરવો જ આસ્રવ કહેવાય છે. પુણ્ય અને પાપ બન્નેનો આસવ જીવ માટે બંધનકારી છે. આવા બંધનકારી આસવના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું જ આસ્રવ ભાવના છે. આ પ્રમાણેનું ચિંતન જીવને પુણ્ય અને પાપથી ઉપર ઊઠીને અનાસક્ત થવા અને આત્મસ્વરૂપના ધ્યાનમાં લાગવા માટે પ્રેરિત કરે છે. આત્મસ્વરૂપના ધ્યાનથી પાપ-પુણ્યનો પ્રવાહ અથવા આસ્રવ રોકાઈ જાય છે, જે કર્મોથી છુટકારો પામવા માટે આવશ્યક છે. આસવના સંબંધમાં બતાવતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy