________________
અનુપ્રેક્ષા (ભાવના)
6. અશુચિ ભાવનાઃ
આત્મા પોતે પોતાનામાં નિર્મળ અને પવિત્ર છે. પરંતુ કર્મોને કારણે મળેલા અપવિત્ર શરીરમાં રાગ કરવા અને તેમાં મમત્વનો ભાવ રાખવાથી જીવમાં વિકારો ઉત્પન્ન થઈ જાય છે અને તેને સંસારના બંધનમાં પડીને દુઃખ ઉઠાવવાં પડે છે. આવું અપવિત્ર શરીર પ્રીતિ કરવાને યોગ્ય નથી. એની અપવિત્રતાનું વારંવાર ચિંતન કરવું જ અશુચિ ભાવના છે. જીવને પોતાના અને પારકાં-બધાં શરીર પ્રત્યે અશુચિ કે અપવિત્રતાની ભાવના રાખીને પોતાને પોતાનાં આત્મામાં, જે પરમ પવિત્ર છે, લીન કરી દેવો જોઈએ. આ પ્રમાણે જીવે સદા માટે શરીરથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જિન-વાણીમાં શરીરને ‘મળ-મૂત્રનું ઘર’ કહેતાં એની અપવિત્રતા આ શબ્દોમાં બતાવવામાં આવી છેઃ
હે ભવ્ય, તું આ દેહને અપવિત્ર જાણ. આ દેહ સમસ્ત કુત્સિત (નીચ) વસ્તુઓનો પિંડ છે, કૃમિ-સમૂહોથી ભરેલો છે, અપૂર્વ દુર્ગંધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
શરીર એટલું નિંદ્ય પદાર્થ છે કે જો એના ઉપર ત્વચાજાળ ન હોત, તો એની તરફ જોવું પણ કઠિન થઈ જાત.2
249
જ્ઞાનાર્ણવમાં પણ શરીરને અત્યંત અપવિત્ર અને દુઃખનું ઘર બતાવીને એનાથી છુટકારો પામવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મનુષ્ય-શરીર પ્રાપ્ત કરવાનું સુંદર ફળ તેને જ મળે છે જે શરીરથી અનાસક્ત થઈને કલ્યાણ માર્ગ પર ચાલીને શરીરથી છુટકારો મેળવી લે છે. એને સમજાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
આ મનુષ્યનું શરીર નવ દ્વારો દ્વારા નિરંતર દુર્ગંધરૂપ પદાર્થોથી ઝરતું રહે છે, તથા ક્ષણવંશી પરાધીન છે અને નિત્ય અન્નપાણીની સહાયતા ઇચ્છે છે.