________________
248
જૈન ધર્મઃ સાર સંદેશ
પર) છું. એ જડ છે, હું ચૈતન્ય છું. એ અનિત્ય છે, હું નિત્ય છું. એ આદિ અંત સંયુક્ત છે, હું અનાદિ અનંત છું. સારાંશ –શરીર અને હું સર્વથા ભિન્ન છીએ. એટલા માટે જયારે અત્યંત સમીપસ્થ શરીર પણ પોતાનું નથી, તો પછી સ્ત્રી, કુટુંબાદિક આપણાં કેવી રીતે થઈ શકે છે? એ તો પ્રત્યક્ષ જ બીજાં છે.18
જીન-વાણી અનુસાર શરીર અને બાહ્ય વસ્તુઓને પોતાનાથી ભિન્ન જાણવા છતાં પણ તેમનામાં રાગ કરવો નરી મૂર્ખતા છે.
આ જીવ બધી બાહ્ય વસ્તુઓને આત્માથી ભિન્ન જાણે છે અને જાણવા છતાં પણ તે પરદ્રવ્યોમાં રાગ કરે છે. આ એની મૂર્ખતા છે.
જે કોઈ દેહને જીવનના સ્વરૂપે તત્ત્વતઃ ભિન્ન જાણીને આત્મ-સ્વરૂપનું જ સેવન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી (અસરકાર) છે.9
જ્ઞાનાર્ણવ માં પણ આત્માને શરીર અને બાહ્ય પદાર્થોથી ભિન્ન બતાવતાં આત્મભાવમાં લીન થવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છે.
મૂર્ત ચેતનારહિત વિવિધ પ્રકારનાં સ્વતંત્ર પરમાણુઓથી જે શરીર રચવામાં આવ્યું છે તેની સાથે અને આત્મા સાથે શું સંબંધ છે? વિચારો! એનો વિચાર કરવાથી કંઈ પણ સંબંધ નથી, એવો પ્રતિભાસ (ભ્રમ) થશે.
જ્યારે ઉપર્યુકત પ્રકારે દેહ સાથે જ પ્રાણીની અત્યંત ભિન્નતા છે, ત્યારે બહિરંગ (બહારનાં) જે કુટુંબાદિક છે તેમની સાથે એકતા કેવી રીતે થઈ શકે છે? કારણ કે એ તો પ્રત્યક્ષમાં ભિન્ન દેખાય છે.
આ આત્મા અનાદિકાળથી પર પદાર્થોને પોતાના માનીને તેમનામાં રમે છે, આ જ કારણે સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. આચાર્ય મહારાજે આવા જ જીવને ઉપદેશ કર્યો છે કે, તું પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્યભાવમાં લીન થઈને મુક્તિને પ્રાપ્ત થા. આ પ્રમાણે આ
અન્યત્વભાવનાનો ઉપદેશ છે.20
આ પ્રમાણે આત્માને શરીર અને સાંસારિક વસ્તુઓથી બિલકુલ ભિન્ન સમજતાં સમજતાં આત્મલીનતાની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગવું જોઈએ.