________________
અનુપ્રેક્ષા (ભાવના)
જે સમયે આ જીવ ભ્રમરહિત થઈને એવું ચિંતન કરે કે, હું એકતાને પ્રાપ્ત થઈ ગયો છું, તે જ સમયે આ જીવનો સંસારનો સંબંધ સ્વયં જ નષ્ટ થઈ જાય છે; કારણ કે સંસારનો સંબંધ તો મોહથી છે અને જો મોહ જતો રહે તો તમે એક છો પછી મોક્ષ કેમ ન પામો?
શ્રાવક પ્રતિક્રમણસારમાં પણ એ બતાવવામાં આવ્યું છે કે સદા એક રહેનારા આત્માનું અનેક પ્રતિ મમત્વ હોવું જ તેના બંધન અને દુઃખનું મૂળ કારણ છે. એટલા માટે એકત્વ ભાવનાનું ચિંતન આત્માને અનેકાત્મક સંસારથી મુક્ત કરાવવામાં ખૂબ જ સહાયક થાય છે. એને સમજાવતાં કુન્ધુસાગરજી મહારાજ કહે છેઃ
આ આત્મા સદા એકલો જ મહાપાપ ઉત્પન્ન કરે છે અને સમય મળતાં એકલો જ તે કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા મહાન દુઃખોને ભોગવે છે. એ જ પ્રમાણે એકલો જ મોક્ષ જાય છે અને એકલો જ અનંતકાળ સુધી સિદ્ધ અવસ્થામાં વિરાજમાન રહે છે. હે આત્મન! જયાં સુધી તારો આત્મા આ પ્રમાણે મોક્ષમાં પહોંચીને પોતાના આત્મામાં લીન ન થઈ જાય ત્યાં સુધી તું આ સુખ દેનારા આત્માની એકત્વ ભાવનાનું જ ચિંતન કરતો રહે.
247
5.અન્યત્વ ભાવના
જડ અને મૂર્તિમાન શરીર તથા સાંસારિક પદાર્થોથી ચેતન અને અમૂર્ત (આકારરહિત) આત્મા સર્વથા ભિન્ન છે. આ ભિન્નતાનું વારંવાર ચિંતન કરતા રહેવાને જ અન્યત્વ ભાવના કહે છે. આ પ્રમાણેનું ચિંતન ન કરવાને કારણે જીવ શરીર અને સાંસારિક પદાર્થોને પોતાનાથી ભિન્ન રૂપમાં જોતાં અને સમજતાં પણ એમના પ્રતિ રાગ કરે છે અને એમના મોહમાં પડ્યો રહે છે. એટલા માટે જૈન ગ્રંથોમાં અન્યત્વ ભાવનાને સાધક માટે આવશ્યક માનવામાં આવી છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં આત્માને શરીર અને સાંસારિક પદાર્થોથી બિલકુલ ભિન્ન બતાવતાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
યદિપ આ શરીર સાથે મારો અનાદિકાળથી સંબંધ છે, પરંતુ એ અન્ય છે અને હું અન્ય જ છું. એ ઇન્દ્રિયમય છે, હું અતીન્દ્રિય (ઇન્દ્રિયથી