________________
246
જૈન ધર્મ સાર સંદેશ છે અને એક્લો જ તેના ફળને ભોગવે છે. બંધુવર્ણાદિક કોઈ પણ સ્મશાન ભૂમિથી આગળના સાથી નથી, એક ધર્મ જ સાથે જનાર છે.
જિન-વાણીમાં પણ જીવનું એકલાપણું દર્શાવતાં આવા જ ભાવ પ્રકટ કરવામાં આવ્યા છેઃ
જીવ એકલો ઉત્પન્ન થાય છે, એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, એકલો જ બાળક અને યુવાન થાય છે અને એકલો જ જરા-ગ્રસિત વૃદ્ધ થાય છે.
એકલો જ જીવ રોગી થાય છે, શોક કરે છે તથા એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે. બિચારો એકલો જ મરે છે અને એકલો જ નરકનાં દુઃખ ભોગવે છે.
હે ભવ્ય, તું બધા પ્રકારથી પ્રયત્ન કરીને જીવને શરીરથી ભિન્ન અને એકલો જાણી લે. જીવને આ પ્રમાણે એકલો જાણી લેતા સમસ્ત પરદ્રવ્ય (આત્માથી ભિન્ન પદાર્થ) ક્ષણમાત્રમાં હેય (ત્યાજ્ય) થઈ જાય છે.'
જેવું કે ઉપર કહેવાઈ ચૂક્યું છે, જીવ આ સંસારની વસ્તુઓ અને વ્યક્તિઓના મોહમાં પડીને તેમના માટે જે પણ ભલું-બૂરું કર્મ કરે છે, તેનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. જો જીવ એત્વ ભાવનાનું ચિંતન કરીને આ વિષયો પ્રતિ પોતાનો મોહ અથવા આસક્તિનો ત્યાગ કરી દે તો તે સહજ જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એને સમજાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છે:
આ જીવ પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરેના નિમિત્ત જે કંઈ બૂરાં-ભલાં કાર્ય કરે છે તેમનું ફળ પણ નરકાદિક ગતિઓમાં સ્વયં એકલો જ ભોગવે છે. ત્યાં પણ કોઈ પુત્ર-મિત્રાદિ કર્મફળ ભોગવવા માટે સાથી હોતા નથી.
આ પ્રાણી બૂરાં-ભલાં કાર્ય કરીને જે ધનોપાર્જન કરે છે, તે ધનને ભોગવવાને તો પુત્રમિત્રાદિ અનેક સાથી થઈ જાય છે, પરંતુ પોતાના કર્મોથી ઉપાર્જન કરેલાં નિર્દયરૂપ દુઃખોના સમૂહને સહેવા અર્થે કોઈ પણ સાથી હોતો નથી. આ જીવ એકલો જ બધાં દુઃખોને ભોગવે છે.