SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 245 અનુપ્રેક્ષા (ભાવના) એનો ટૂંકો સાર એ છે કે સંસારનું કારણ અજ્ઞાનભાવ છે. અજ્ઞાનભાવથી પરદ્રવ્યોમાં મોહ તથા રાગદ્વેષની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષની પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે અને કર્મબંધનું ફળ ચારેય ગતિમાં ભ્રમણ કરવાનું છે.2 જિન-વાણીમાં પણ સંસારના સ્વભાવને સંક્ષેપમાં બતાવીને આત્મસ્વરૂપનું ધ્યાન કરીને સંસારથી મુક્ત થવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છેઃ જીવ એક શરીરને છોડે છે અને બીજું ગ્રહણ કરે છે, પછી નવું ગ્રહણ કરીને પુનઃ તેને છોડી અન્ય ગ્રહણ કરે છે. આ રીતે અનેક વાર ગ્રહણ કરે અને છોડે છે. આ પ્રમાણે સંસારના સ્વરૂપને જાણીને સર્વ પ્રકાર ઉદ્યમ કરીને મોહને છોડીને તે ભવ્ય (મોક્ષાર્થી), તે આત્મસ્વભાવનું ધ્યાન કર જેનાથી સંસારના ભ્રમણનો નાશ થાય. 4. એકત્વ ભાવના આ સંસારમાં સ્ત્રી, પુત્ર, મિત્ર-બંધુ, ધન-સંપત્તિ વગેરેથી ઘેરાયેલા હોવાના અને તેમના પ્રતિ મમત્વ-ભાવ રાખવાના કારણે આ જીવ પોતાના એકત્વ-ભાવને ભૂલાવી દે છે. કુટુંબ-પરિવારને પોતાના સમજીને તેમના માટે તે જેજે કર્મ કરે છે તે બધાનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. આ સચ્ચાઈનું વારંવાર ચિંતન કરવું જ એકત્વ ભાવના છે. આ ભાવના હૃદયમાં સારી-રીતે બેસી જતાં મનુષ્ય સાંસારિક વિષયોથી અનાસક્ત થઈ જાય છે અને તેને સહજ જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. જીવના એકલાપણાને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ આ જીવ સદાનો એલો છે. પરમાર્થદૃષ્ટિએ એનો કોઈ મિત્ર નથી. એકલો આવ્યો છે, એકલો બીજી યોનિમાં ચાલ્યો જશે. એક્લો જ વૃદ્ધ થાય છે, એકલો જ યુવાન થાય છે અને એકલો જ બાળક થઈને ક્રીડા કરતો ફરે છે. એકલો જ રોગી થાય છે, એકલો જ દુઃખી થાય છે, એકલો જ પાપ કમાય
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy