________________
244
જૈન ધર્મ સાર સંદેશ વિશે વિચારવું જોઈએ – (આત્મા જે ધર્માચરણ કરે છે અને સદ્ગુરુ જે તેને ધર્મનું જ્ઞાન આપે છે.)
3.સંસાર ભાવના જીવ પોતાના અજ્ઞાનવશ જે કર્મ કરે છે તેના અનુસાર તેને અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. ભલા-બૂરા કર્મોમાં ઊલઝાયેલા જીવના જન્મ-મરણનો સિલસિલો સદા ચાલતો રહે છે. એને જ સંસાર કહે છે. પોતાના કર્મોના કારણે જ જીવ ક્યારેક ઊંચી અને ક્યારેક નીચી યોનિમાં જન્મ લે છે. સંસારના આ ચક્રથી બચવા માટે જીવે સંસારના આ સ્વરૂપનું વારંવાર ચિંતન કરતાં કરતાં તેના પ્રતિ મોહ કે આસક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને આત્મતત્ત્વનું ધ્યાન કરીને આવાગમનથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને સમજાવતાં શુભચન્દ્રાચાર્ય કહે છેઃ
એ જીવો પોત-પોતાનાં કર્મરૂપી બેડીઓથી બંધાયેલા સ્થાવર (અચર) અને ત્રસ(ચર) શરીરોમાં સંચાર કરતાં કરતાં મરે અને ઉપજે છે.
એ યંત્રવાહક (કર્મોના લેખને લઈને ચાલનારું પ્રાણી) સંસારમાં અનેક રૂપોને ગ્રહણ કરે છે અને અનેક રૂપોને છોડે છે. જે પ્રમાણે નૃત્યના રંગમંચ પર નૃત્ય કરનાર ભિન્ન-ભિન્ન સ્વાંગોને ધારણ કરે છે, તે જ પ્રમાણે આ જીવ નિરંતર ભિન્ન-ભિન્ન સ્વાંગ(શરીર)ધારણ કરતો રહે છે.
આ સંસારમાં આ પ્રાણી કર્મોથી બલાત (જબરદસ્તી) વંચિત થઈ (ઠગાયેલ) રાજાથી તો મરીને કૃમિ થઈ જાય છે અને કૃમિથી મરીને ક્રમથી દેવોનો ઇન્દ્ર થઈ જાય છે. આ પ્રમાણે પરસ્પર ઊંચી ગતિથી નીચી ગતિ અને નીચીથી ઊંચી ગતિ બદલાતી જ રહે છે.
આ સંસારમાં પ્રાણીની માતા તો મરીને પુત્રી થઈ જાય છે અને બહેન મરીને સ્ત્રી થઈ જાય છે, અને પછી તે જ સ્ત્રી કરીને તમારી પુત્રી પણ થઈ જાય છે. એ જ પ્રમાણે પિતા મરીને પુત્ર થઈ જાય છે તથા પછી તે જ મરીને પુત્રનો પુત્ર થઈ જાય છે. આ પ્રમાણે પરિવર્તન થતું જ રહે છે.