SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપ્રેક્ષા (ભાવના) 243 આ પ્રમાણે કોઈ પણ સાંસારિક વ્યક્તિ કે વસ્તુ જીવની રક્ષા કરી શકતી નથી. માત્ર જીવનું ધર્માચરણ જ જીવની રક્ષા કરી શકે છે. એટલા માટે જીવને પોતાની રક્ષા માટે ક્ષમા, માર્દવ (કોમળતા), શૌચ (પવિત્રતા), સત્ય, સંયમ વગેરે દશ લક્ષણરૂપ ધર્મનું આચરણ કરવું જોઈએ. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ જે તમને ક્ષમાદિ દશલક્ષણરૂપ (ધર્મ) ભાવથી પરિણત (પરિવર્તિત) કરે તે જ આપોઆપ શરણ છે.10 પોતાના કર્મોના અનુસાર જીવ અનેક યોનિઓમાં જન્મ લે છે અને પ્રત્યેક યોનિમાં તે ગર્ભાવસ્થાથી જ મૃત્યુની તરફ આગળ વધતો જાય છે. મૃત્યુની ઘડી આવી જતાં તેને કોઈ પણ બચાવી શકતું નથી. વાસ્તવમાં આ સંસારમાં જીવનું કોઈ શરણ છે જ નહીં. ફક્ત ધર્માચરણ કરનારો આત્મા સ્વયં અને તેને ધર્મની શિક્ષા-દિક્ષા દેનારા ધર્મગુરુ - એ જ જીવના શરણ છે. એને સ્પષ્ટ કરતાં શુભચન્દ્રાચાર્ય કહે છેઃ હે મૂઢ પ્રાણી! આયુનામા કર્મ જીવોને ગર્ભાવસ્થાથી જ નિરંતર પ્રતિક્ષણ પોતાના પ્રયાસોથી મંજિલોથી) યમ મંદિરની તરફ લઈ જાય છે, એટલે તેને જો! જ્યારે મૃત્યુકાળ) આવે છે, ત્યારે આ જીવને કોઈ પણ બચાવી શકતું નથી. કોઈ એવું સમજતું હશે કે મૃત્યુથી બચાવનાર કોઈ તો આ જગતમાં અવશ્ય હશે, પરંતુ એવું સમજવું સર્વથા મિથ્યા છે, કારણ કે કાળથી – મૃત્યુથી – રક્ષા કરનાર ન તો કોઈ થયું અને ન કદી કોઈ થશે. જો નિશ્ચય દૃષ્ટિથી વિચારવામાં આવે, તો પોતાના આત્માનું જ શરણ છે અને વ્યવહાર દષ્ટિથી વિચાર કરવામાં આવે તો પરંપરાય (ગુરુ શિષ્યની પરંપરાથી ચાલ્યા આવતા) સુખના કારણે વીતરાગતાને પ્રાપ્ત થયેલ પંચપરમેષ્ઠિનું જ શરણ છે; કારણ કે તેઓ વીતરાગતાનું એકમાત્ર કારણ છે, તેથી અન્યનું શરણ છોડીને ઉપરોકત બે જ શરણ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy