________________
જૈન ધર્મઃ સાર સંદેશ
અને સફળતાની સાથે નિષ્ફળતા લાગેલી છે. એટલા માટે આપણે સંસાર અને શરીરના યથાર્થ સ્વભાવનું વારંવાર ચિંતન કરતાં કરતાં ક્યારેય પણ એમનામાં આસક્ત થવું જોઈએ નહીં. આ પ્રકારના ચિંતન કે ભાવનાથી જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે અને સાધકને આત્મ-સ્વરૂપને ઓળખવા અને મોક્ષની પ્રાપ્તિ કરવામાં સહાયતા મળે છે.
242
2. અશરણ ભાવના
જીવને આ સંસારમાં કયાંય પણ શરણ નથી; તેને કોઈ પણ શરણ દેનાર કે બચાવનાર નથી. પોતાના ભ્રમવશ એ કેટલાક લોકોને આત્મીય કે પોતાના સમજે છે અને તેમની પાસેથી પોતાની રક્ષાની આશા રાખે છે. પરંતુ જ્યારે તેને પોતાના કર્મોને ચૂકવતા ચૂકવતા દુઃખ ભોગવવું પડે છે, ત્યારે કોઈ પણ તેના દુઃખને વહેંચી શક્યું નથી. જ્યારે મૃત્યુનો સમય આવે છે, ત્યારે સ્ત્રી, પુત્ર, ભાઈ-બંધુ વગેરે આત્મીયજન તથા અંગરક્ષક, સેના વગેરે બધાં જોતાં જ રહી જાય છે. કોઈ પણ તેને બચાવી શકતું નથી. આ સત્યનું વારંવાર ચિંતન કરવું જ અશરણ ભાવના છે.
એને સારી–૨ીતે સમજીને મનુષ્ય માત્ર ધર્મનું શરણ લેવું જોઈએ અને આત્મતત્ત્વની ઓળખ કરીને સંસારની અનિત્ય વસ્તુઓથી સદાને માટે છુટકારો મેળવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્નમાં પંચપરમેષ્ટી (અરહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ) અર્થાત્ સાચા ધર્મગુરુ તેના સહાયક બની શકે છે.
એ વાતો અનેક જૈન ગ્રંથોમાં બતાવવામાં આવી છે. ઉદાહરણ માટે, પુરુષાર્થસિદ્ધયુપાયમાં અશરણ ભાવનાને આ પ્રમાણે સમજાવવામાં
આવી છેઃ
જેમ નિર્જન વનમાં સિંહથી પકડાયેલા હરણના બચ્ચાને કોઈ
પણ શરણ નથી અથવા કોઈ પણ રક્ષા કરનારું નથી, તે જ પ્રમાણે આ સંસારરૂપી ગહન વનમાં મૃત્યુથી પકડાયેલા જીવને કોઈ શરણ નથી.”