________________
241
અનુપ્રેક્ષા (ભાવના)
આ લોકમાં રાજાઓને ત્યાં જે ઘડિયાળનો ઘંટ વાગે છે અને અવાજ કરે છે, તે સૌનાં ક્ષણિકપણાને પ્રગટ કરે છે; અર્થાત્ જગતને જાણે કે પોકારી પોકારીને કહે છે કે હે જગતના જીવો! જે કંઈપણ પોતાનું કલ્યાણ કરવા ચાહો છો, તો શીઘ જ કરી નાખો, નહીં તો પસ્તાશો. કારણ કે આ જે ઘડી વીતી ગઈ, તે કોઈ પ્રકારે પણ ફરી પાછી આવશે નહીં. આ પ્રમાણે આગળની ઘડી પણ જો વ્યર્થ જ ખોઈ દેશો તો તે પણ ગયેલી પાછી આવશે નહીં.
જુઓ! આ જીવોનું પ્રવર્તન (બદલાવ) કેવું આશ્ચર્યકારક છે કે શરીર તો પ્રતિદિન ક્ષીણ થતું જાય છે અને આશા ક્ષીણ થતી નથી, પરંતુ વધતી જાય છે. તથા આયુર્બળ તો ઘટતું જાય છે અને પાપકાર્યોમાં બુદ્ધિ વધતી જાય છે. મોહ તો નિત્ય સ્કુરાયમાન હોય છે અને આ પ્રાણી પોતાના હિત અને કલ્યાણમાર્ગમાં લાગતો નથી. એટલે આ કેવું અજ્ઞાનનું માહાત્મય છે?
જે પ્રમાણે નદીની જે લહેરો જાય છે, તે ફરી પાછી ક્યારેય આવતી નથી; એ જ પ્રમાણે જીવોની જે વિભૂતિ (મહિમા અથવા મહત્તા) પહેલાં હોય છે, તે નષ્ટ થવા પશ્ચાત્ ફરી પાછી આવતી નથી. આ પ્રાણી વ્યર્થ જ હર્ષ-વિષાદ કરે છે.
નદીની લહેરો કદાચ ક્યાંક પાછી પણ આવતી હોય પરંતુ મનુષ્યોનું ગયેલું રૂપ, બળ, લાવણ્ય અને સૌન્દર્ય ફરી આવતું નથી. આ પ્રાણી વ્યર્થ જ તેમની આશા લગાવી રાખે છે.
જીવોનું આયુર્બળ તો અંજલિના જળની જેમ ક્ષણ-ક્ષણમાં નિરંતર ઝરે છે અને યૌવન કમળની વેલના પત્ર પર પડેલા જળબિંદુની જેમ તત્કાળ ઢળી જાય છે. આ પ્રાણી વૃથા જ સ્થિરતાની ઈચ્છા રાખે છે.*
એનાથી એ સ્પષ્ટ છે કે સંસાર અને શરીર ઉપરથી જેવા લાગે છે, વાસ્તવમાં તેવા નથી. જે નિત્ય અને સુખદ માલૂમ પડે છે, તેઓ વાસ્તવમાં અનિત્ય અને દુઃખદ છે. આ સંસારમાં સર્વત્ર વૈતભાવ કે વિરોધીભાવ જોવા મળે છે. જન્મની સાથે મૃત્યુ, સંયોગની સાથે વિયોગ, સંપદાની સાથે વિપદા