________________
[257
અનુપ્રેક્ષા (ભાવના) કરે છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહનારાઓએ દઢતાથી અહિંસા, સત્ય વગેરે ધર્મના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. ધર્મનાં સ્વરૂપ, મહિમા અને ફળને યથાર્થ રીતે સમજીને એનું વારંવાર ચિંતન કરવું જ ધર્મ ભાવના છે.
પુરુષાર્થસિદ્ધયુયાયમાં એને સંક્ષિપ્ત રૂપમાં આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
આ સર્વજ્ઞપ્રણીત (સર્વજ્ઞ દ્વારા રચિત) જૈન ધર્મ અહિંસાલક્ષણયુક્ત છે. સત્ય, શૌચ, બ્રહ્મચર્યાદિ એના અંગ છે. એમની અપ્રાપ્તિથી જીવ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરે છે, પાપના વિપાકથી દુઃખી થાય છે, પરંતુ એની પ્રાપ્તિથી અનેક સાંસારિક સમ્પદાઓનો ભોગ કરીને મુક્તિ-પ્રાપ્તિથી સુખી થાય છે. આ પ્રમાણે ચિંતન કરવાને ધર્માનુપ્રેક્ષા (ધર્મ ભાવના) કહે છે.5
ધર્મભાવનાના વિષયમાં કંઈક અધિક વિસ્તારથી બતાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
ધર્મ, કષ્ટ આવતાં સમસ્ત જગતના ત્રણ-સ્થાવર (ચાલનારા અને ન ચાલનારા) જીવોની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે.
મેઘ, પવન, સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, સમુદ્ર અને ઇન્દ્ર એ સંપૂર્ણ પદાર્થ જગતના ઉપકારરૂપ પ્રવર્તતા (સંચાલિત થાય) છે અને તેઓ બધાં જ ધર્મદ્વારા રક્ષિત અવસ્થામાં રહેતાં સંચાલિત થાય છે. ધર્મ વિના એ કોઈ પણ ઉપકારી થતા નથી.
ધર્મ, પરલોકમાં પ્રાણીની સાથે જાય છે, તેની રક્ષા કરે છે, નિયમથી તેનું હિત કરે છે તથા સંસારરૂપી કદમ (કીચડ)માંથી તેને કાઢીને નિર્મળ મોક્ષમાર્ગમાં સ્થાપિત કરે છે.
આ જગતમાં ધર્મ સમાન અન્ય કોઈ સમસ્ત પ્રકારના અભ્યદય (ઉન્નતિ)નો સાધક નથી. એમનોવાંછિત સંપત્તિ આપનારો છે. આનંદરૂપી વૃક્ષનું કંદ (મૂળ) છે, અર્થાત્ આનંદના અંકુર એનાથી જ ઉત્પન્ન થાય છે તથા હિતરૂપ પૂજનીય અને મોક્ષનો દેનારો પણ આ જ છે.16