________________
258
જૈન ધર્મ સાર સંદેશ ધર્મને દશ અંગોવાળો કહેવામાં આવે છે. આ દશ અંગોનો ઉલ્લેખ જ્ઞાનાર્તવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
1. ક્ષમા 2. માર્દવ (કોમળતા) 3. શૌચ (પવિત્રતા) 4. આર્જવ 5. સત્ય 6. સંયમ 7. બ્રહ્મચર્ય 8. તપ છે. ત્યાગ અને 10. આક્સિન એ દસ પ્રકારના ધર્મ છે.37
આ પુસ્તકના બીજા અધ્યાયમાં ધર્મના સ્વરૂપને વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. ધર્મની ભાવના સદા ચિત્તમાં બનેલી રહેવી જોઈએ. ત્યારે જ સાધક અધર્મથી બચીને દઢતાથી ધર્મના નિયમોનું પાલન કરતાં કરતાં મોક્ષમાર્ગમાં આગળ વધી શકે છે.
આ બાર ભાવનાઓના નિરંતર ચિંતનથી સંસાર, શરીર અને ઇન્દ્રિયોના ભોગોથી ચિત્ત ઉદાસીન થાય છે, આત્મ-નિર્મળતા પ્રગટ થાય છે અને વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય છે.
જ્ઞાનાર્ગવમાં આ ભાવનાઓના અભ્યાસનું ફળ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
આ દ્વાદશ ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાથી પુરુષોના હૃદયમાં (ક્રોધ, માન, માયા વગેરે) કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે તથા પદ્રવ્યો પ્રતિ રાગ ભાવ ઓગળી જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય (નાશ) થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે.*
જ્યાં સુધી જીવની સંસાર પ્રતિ આસક્તિ રહે છે ત્યાં સુધી તેનું અંતરમાં ધ્યાન લાગવું કઠિન છે અને ધ્યાન વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. બાર ભાવનાઓના ચિંતનથી ધ્યાનમાં રુચિ થાય છે અને ધ્યાન દ્વારા કેવલજ્ઞાન (સર્વજ્ઞતા) ના પ્રગટ થતાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છેઃ
ભગવતી આરાધના મૂલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ ધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને એ દ્વાદશાનુપ્રેક્ષા (બાર ભાવનાઓ) આધારરૂપ છે.19