________________
અનુપ્રેક્ષા (ભાવના)
કોઈ પણ જીવ દુઃખને પ્રાપ્ત ન થાય, કોઈ પણ પ્રાણી પાપોને ન કરે અને આ પૂરો સંસાર દુઃખોથી છુટે. આ પ્રમાણેના વિચાર કરવાને મૈત્રીભાવના કહે છે.4
બીજી ભાવનાને પ્રમોદ (મુદિતા-આનંદ) કહેવામાં આવી છે. સંસારમાં જે મનુષ્ય સદાચાર, પારમાર્થિક સાધના કે અન્ય કોઈ પણ ગુણમાં પોતાનાથી ચઢિયાતી હોય તેમના પ્રતિ ક્યારેય પણ ઈર્ષા અને દ્વેષની ભાવના ન રાખીને સદા તેમના પ્રતિ ભક્તિ અને અનુરાગના ભાવ રાખીને પોતાના અંતરમાં પ્રસન્નતાનો અનુભવ કરવો જ પ્રમોદની ભાવના છે.
આ ભાવનાને જ્ઞાનાર્ણવમાં આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવી છેઃ
જે પુરુષો તપ, શાસ્ત્રાધ્યયન અને યમ નિયમાદિકમાં ઉદ્યમયુક્ત ચિત્તવાળા છે, તથા જ્ઞાન જ જેમના નેત્ર છે, ઇન્દ્રિય, મન અને કષાયોને જીતનારા છે, તથા સ્વતત્ત્વાભ્યાસ(આત્મા વિશે અભ્યાસ) કરવામાં ચતુર છે, જગતને ચમત્કૃત કરનારા ચારિત્રથી (આચરણથી) જેમનો આત્મા અધિષ્ઠિત (પ્રતિષ્ઠિત) છે, એવા પુરુષોના ગુણોમાં પ્રમોદનું (હર્ષનું) હોવું તે મુદિતા કે પ્રમોદ ભાવના છે.
45
261
ત્રીજી ભાવનાને કારુણ્ય (કરુણા-ભાવના) કહે છે. પરમાર્થના સાધકે કોમળચિત્ત હોવું અત્યંત આવશ્યક છે. ત્યારે જ તે સંસારના દુઃખોની તીવ્રતાને સારી રીતે સમજી શકે છે અને તેમનાથી છુટકારો પામવાના ઉપાયમાં દૃઢતાથી લાગી શકે છે. આવી વ્યક્તિને પોતાના સમાન જ બીજાઓના દુઃખો પ્રતિ પણ ઊંડી સહાનુભૂતિ હોય છે અને તે તેમના પર દયા કરીને તેમનો ઉદ્ધાર કરવા ચાહે છે. તેના ચિત્તમાં જીવો પ્રતિ કરૂણાનો ભાવ અને તેમના ઉદ્ધારની ભાવનાનું હોવું જ કરુણા-ભાવના કહેવાય છે. જ્ઞાનાર્ણવમાં એને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
જે જીવો દીનતાથી તથા શોક ભય રોગાદિકની પીડાથી દુઃખી હોય, પીડિત હોય તથા વધ (ઘાત) બંધન સહિત રોકાયેલા હોય, અથવા પોતાના જીવનની વાંછા (ઇચ્છા) કરતાં કે કોઈ અમને બચાવો એવી દીન પ્રાર્થના કરનારા હોય, તથા ક્ષુધા, તૃષા, ખેદ (ભૂખ, પ્યાસ,