SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 260 જૈન ધર્મ સાર સંદેશ અર્થાત્ પ્રાણીમાત્રમાં મૈત્રી, પોતાનાથી અધિક ગુણવાળાઓમાં પ્રમોદ, કિલશ્યમાન્ (દુઃખિત કે પીડિત જીવો)માં કરૂણા-ભાવ અને અવિનેય (ધર્મમાં રુચિ ન રાખનારા દુષ્ટ કે ઉજજડ જીવો)માં માધ્યસ્થ (ઉદાસીન) ભાવના કરવી જોઈએ. જ્ઞાનાવમાં પણ આ ભાવનાઓનું ચિંતન કરવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છેઃ મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ- આ ચાર ભાવનાઓને પુરાણપુરુષો (તીર્થકર વગેરે)એ આશ્રિત કર્યા છે (અર્થાત્ એમનો સહારો લીધો છે) આ કારણે ધન્ય છે, (પ્રશંસનીય છે); એટલે ધર્મધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવનાઓનું ચિત્તમાં ધ્યાન કરવું જોઈએ.12 પ્રથમ ભાવના - મૈત્રીનો અર્થ છે સમસ્ત પ્રાણીમાત્રને પોતાના સમાન સમજતાં પોતાના ચિત્તમાં સદા એ ચાહ બનાવેલી રાખવી કે બધાં પ્રાણીઓ દુઃખથી બચેલી રહે અને સુખને પ્રાપ્ત કરે. જ્ઞાનાર્ણવમાં મૈત્રી ભાવનાને આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છેઃ આ મૈત્રીભાવનામાં એવી ભાવના રહે કે - આ બધા જીવો કષ્ટ આપદાઓથી વર્જિત થઈને જીવો, તથા વેર પાપ અપમાનને છોડીને સુખને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણેની ભાવનાને મૈત્રીભાવના કહે છે.૧૩ આ જ ભાવને વ્યક્ત કરતાં જૈનધર્મામૃતમાં મૈત્રી ભાવનાને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ સર્વેડપિ સુખિનઃ સન્તુ સસ્તુ સર્વે નિરામયાઃ | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નયાત્ // મા કાર્ષીત કોડપિ પાપાનિ મા ચ ભૂત્ કોડપિ દુઃખિતઃ | મુચ્યતાં જગદÀષા મતિર્મેત્રી નિગદ્યતે | સંસારના બધાં પ્રાણીઓ સુખી થાઓ, બધાં પ્રાણીઓ રોગરહિત રહો, બધાં જીવો આનંદથી રહે અને નિત્ય નવા કલ્યાણોને જુએ.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy