________________
માનવ-જીવન
153 સંયમપૂર્વક એકાંત-સાધના કરવાથી મન ધીરે-ધીરે એકાગ્ર થઈ જાય છે અને તેને આંતરિક સુખ અને શાંતિનો રસ મળવા લાગે છે. એનાથી જીવના રાગ, દ્વેષ અને મોહ નષ્ટ થઈ જાય છે અને તે સમભાવ ધારણ કરીને પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનાવમાં એનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છેઃ
હે આત્મન મોહરૂપ અગ્નિને બુઝાવવા માટે અને સંયમરૂપી ઘરનો આશ્રય કરવા માટે તથા રાગરૂપ વૃક્ષોના સમુહને કપાવવા માટે સમભાવનું (સમતાનો) અવલંબન કર, એવો ઉપદેશ છે.
સંયમી મુનિ સમભાવરૂપી સૂર્યના કિરણોથી રાગાદિ તિમિર સમૂહ (રાગ વગેરે અંધકારના સમુહ)ના નષ્ટ થતાં પરમાત્માનું સ્વરૂપ પોતાનામાં જ અવલોકન કરે છે.40
સમભાવની પ્રાપ્તિ થઈ જતાં મનુષ્ય સંસારમાં “જળમાં કમળ'ના સમાન નિર્લિપ્ત અથવા અનાસક્ત ભાવથી રહે છે. એવા વીતરાગી અથવા ઉદાસીન ભાવથી રહેનારો સાધક જ પરમાત્મા પદનો અધિકારી હોય છે, જેવું કે ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ કલ્યાણનો પંથ નિરીહવૃત્તિ (ઇચ્છા અથવા તૃષ્ણા રહિત ભાવ) છે.
સંસાર મોહરૂપ છે, એમાં મમતા ન કરો. કુટુંબની રક્ષા કરો પરંતુ તેમાં આસક્ત ન થાઓ. જળમાં કમળની જેમ ભિન્ન રહો, આ જ ગૃહસ્થને શ્રેયસ્કર છે.
કલ્યાણ અર્થે (માટે) ભીષણ અટવી (વન)માં જવાની આવશ્યકતા નથી, મૂચ્છનો (મોહથી ભ્રમિત હોવાનો) અભાવ હોવો જોઈએ.
સંસારમાં તે જ મનુષ્ય પરમાત્મા પદનો અધિકારી થઈ શકે છે જે સંસારથી ઉદાસીન છે.
સંસારમાં અજ્ઞાનનો ઘોર અંધકાર ફેલાયેલો છે જેમાં મનરૂપી હાથી અને કામ, ક્રોધ વગેરે ઝેરીલા સાપો જીવોને અસહ્ય કષ્ટ આપે છે. આવી સ્થિતિમાં જીવ ગુમરાહ થઈને અહીં-તહીં ભટકીને દુઃખ ભોગવી રહ્યા છે. આ દુઃખથી