________________
152
જૈન ધર્મ સાર સંદેશ આત્મ-કલ્યાણ ચાહનારા મનુષ્યમાં સંયમ-નિયમની સાથે જ આત્મ-વિશ્વાસનું હોવું પણ અત્યંત આવશ્યક છે. આત્મ-વિશ્વાસ વિના ન આપણા પ્રયત્નમાં ઢતા આવી શકશે અને ન આપણે પોતાના લક્ષ્યને જ પ્રાપ્ત કરી શકીશું. એને વર્ણાજીએ ખૂબ જ સુંદર ઢંગથી સમજાવ્યું છે. તેઓ કહે છે?
આત્મવિશ્વાસ એક વિશિષ્ટ ગુણ છે, જે મનુષ્યોનો આત્મામાં વિશ્વાસ નથી, તે મનુષ્યો ધર્મના ઉચ્ચત્તમ શિખર પર ચઢવાના અધિકારી નથી.
જે મનુષ્યને આત્મવિશ્વાસ નથી તે ક્યારેય પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકતો નથી.
જે મનુષ્યો સિંહનાં બચ્ચાં થઈને પણ પોતાને ઘેટા-તુલ્ય તુચ્છ સમજે છે, જેમને પોતાના અનંત આત્મબળ પર વિશ્વાસ નથી, તે જ દુઃખને પાત્ર બને છે.*
મનુષ્યનું લક્ષ્ય સાચી શાંતિ અથવા મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે તેણે પુરા આત્મ-વિશ્વાસની સાથે એકાંત-સાધનામાં લાગવું આવશ્યક છે. એકાંત-સાધના વિના મનને વશમાં કરવું અત્યંત કઠિન છે અને મનને વશમાં કર્યા વિના આત્મજ્ઞાન અથવા મોક્ષને પ્રાપ્ત કરવો તો અસંભવ જ છે. એટલા માટે વર્ણજી કહે છેઃ
સંસાર અશાંતિનો પુંજ છે, અતઃ જે ભવ્ય (મોક્ષાર્થી જીવો) શાંતિના ઉપાસક છે તેમણે અશાંતિ ઉત્પાદક મોહાદિ વિકારોની યથાર્થતાનો અભ્યાસ કરી એકાંતવાસ કરવો જોઈએ.
જે મનુષ્ય પોતાના મન પર વિજયી નથી, સંસારમાં તેની અધોગતિ નિશ્ચિત છે.
જો મોક્ષની અભિલાષા છે તો એકાકી બનવાનો પ્રયત્ન કરો. અનેક વસ્તુઓ સાથે પ્રેમ કરવો આત્માના નિજત્વ (નિજી સ્વરૂપ)નો ઘાતક છે.”