________________
197 વર્તમાનમાં નિષ્કપટ સમાગમનું મળવું પરમ દુર્લભ છે, જેવી રીતે દીપકથી દીપકને સળગાવવામાં આવે છે તેવી જ રીતે મહાત્માઓથી મહાત્મા બને છે, તેથી મહાત્માઓના સંપર્ક સાધુ સમાગમ)થી એક દિવસ સ્વયં મહાત્મા થઈ જશો.*
સર્વજ્ઞાતા, સર્વશક્તિમાન અને પરમ દયાળુ સદ્ગુરુ પાસે કંઈ માગવાની આવશ્યકતા હોતી નથી. તેઓ પોતાના સહજ સ્વભાવથી જ જીવો પર દયા કરે છે. એટલા માટે જીવોનું કલ્યાણ આપોઆપ થઈ જાય છે. વર્ણીજીએ તેને એક સુંદર ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છેઃ
જે છાયામાં વૃક્ષની નીચે બેસી જાય છે તેને એની આવશ્યકતા નથી કે વૃક્ષ પાસે છાયાની યાચના કરે, વૃક્ષની નીચે બેસવાથી છાયાનો લાભ આપમેળે થઈ જાય છે. આ જ રીતે જે રુચિપૂર્વક શ્રી અરહંતદેવના ગુણોનું સ્મરણ કરે છે તેનાં મંદ કષાય થવાથી શુભોપયોગ (આત્માદ્વારા રાગાદિથી રહિત નિશ્ચલ દશા ગ્રહણ કરવી) સ્વયમેવ (પોતાની-જાતે જ) થઈ જાય છે અને તેના પ્રભાવથી શાંતિનો લાભ પણ સ્વયં થઈ જાય છે.”
આ રીતે સદ્ગક્ની કૃપાથી જીવને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ થઈ જાય છે. તે ત્રણેય લોકોના સ્વામીનું પદ પ્રાપ્ત કરીને તે સહજ સુખધામનો નિવાસી બની જાય છે જે પરમ જયોતિર્મય, નિર્મળ અને નિરાળું છે તથા તેના હૃદયમાં નિરંજન દેવ (નિર્વિકાર પરમાત્મા) પ્રગટ થઈ જાય છે. આને બતાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રીગુરુએ આત્માનો બોધ કરાવ્યો છે. તેને પામીને જ જીવ સુખી થાય છે. એના વિષે ક્યાં સુધી કહેવામાં આવે? એ પોતે જ નિર્મળ અને અનુપમ પદ છે જેનો મહિમા અપાર છે. એ અલખ, અખંડ, પરમજ્યોતિર્મય અને સહજ સુખનો ભંડાર છે. પરંતુ આ આત્મા અનાદિ કાળથી સંસારના દુઃખ-દ્વન્દ્રમાં જ પોતાના માનીને તેમાં જ આનંદ માની રહ્યો હતો. આ જ ભૂલ તેના દુઃખનું મૂળ છે.