________________
196
જૈન ધર્મઃ સાર સંદેશ
અતઃ તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ગૃહસ્થાશ્રમનાં બધાં કાર્યો કરતાં કરતાં પણ, તેમનાથી અલિપ્ત અછૂતો રહે છે. અતઃ પાપપકડ્ મેલથી મલિન થતો નથી, જેવી રીતે કીચડમાં પણ પડેલું સોનું મેલું થતું નથી કે પાણીમાં રહીને કમળ પાણીથી અછૂત રહે છે. સમ્યગ્દર્શન થતાં જ જ્ઞાન અને આચરણ યોગ્ય ધારામાં વહેવા લાગે છે. ત્યારે તેમનું નામ સમ્યજ્ઞાન સચ્ચારિત્ર (સ્વરૂપાચરણ વગેરે) થઈ જાય છે. આવો વ્યક્તિ અવશ્ય સ્વલ્પકાળમાં સંસારમાંથી મુક્ત થઈ જાય છે.
જો જીવ સર્વજ્ઞ સદ્ગુના ઉપદેશના અનુસાર અંતર્મુખી અભ્યાસ દ્વારા એકવાર પણ આત્મરસને ચાખી લે તો તેને એવો આનંદ આવશે કે તે પછી ક્યારેય પાછા વળીને પણ સાંસારિક વિષયોની તરફ જોશે નહીં. જેવું કે અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
સર્વજ્ઞ દેવે આખા ઉપદેશનું મૂળ તત્ત્વ એ બતાવ્યું છે કે જીવ આત્મસ્વરૂપના અનુભવના રસના જો એકવાર સ્વાદ લઈ લે, તો તે એવો આનંદમાં મગ્ન થઈ જશે કે અન્ય વસ્તુઓની તરફ ક્યારેય જોશે પણ નહીં. પોતાના સ્વરૂપમાં સમાધિ લગાવીને પોતાનામાં એકાકાર થઈ જવું એ સંતોનું ચિહ્ન છે. આવી અવસ્થામાં રાગાદિ વિકાર જોવા મળી શકતા નથી, જેવી રીતે આકાશમાં ફૂલ જોવા મળતાં નથી. શરીરને આત્મા સમજવાના અભ્યાસનો નાશ થવાની અને ચૈતન્ય અને આનંદરૂપ આત્માના પ્રકાશનો અનુભવ થવાની અવસ્થાના લક્ષણ કે તેની વિશેષતાને લખીને બતાવી શકાતી નથી. એને જોવાથી, અર્થાત્ અનુભવ કરવાથી આનંદ મળે છે. એનો સ્વાદ લખવામાં આવી શકતો નથી.57
આવો ઉપદેશ સંતોની સંગતિ કે સત્સંગમાં જ પ્રાપ્ત થાય છે. માત્ર સંત-મહાત્માની સંગતિ જ સંત-મહાત્મા બનાવી શકે છે. એટલા માટે આત્મકલ્યાણના ઇચ્છુક જીવોએ પરમ દુર્લભ સત્સંગનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ. એને સમજાવતાં ગણેશ પ્રસાદજી વર્ણી કહે છેઃ