________________
198
જૈન ધર્મઃ સાર સંદેશ
સદ્ગુરુના વચનરૂપી અમૃતને પીવાથી આ ભૂલ મટે છે. જયારે આત્મચેતના જાગૃત થાય છે, ત્યારે અન્ય પદાર્થોની તરફ જોવાનું દૂર થઈ જાય છે. પોતાના સ્વરૂપ અને પોતાના પદને જોતાં જ આત્માને એ અનુભવ થઈ જાય છે કે તેનું પદ તો ત્રણેય લોકોના સ્વામીનું છે.
આજ અવર્ણનીય અનુભવના સંકેત આપતાં જ્ઞાનદર્પણમાં કહેવામાં આવ્યું છેઃ
મારું સ્વરૂપ અનુપમ વિરાજિતું મારામાં અન્ય ન દેખાય આવી જ્ઞાન કળા નિધિ ચૈતન્યમૂર્તિ એક અખંડ, મહા સુખ સ્થાન. પૂર્ણ સ્વયં પ્રતાપ લઈ જ્યાં યોગ નથી પરના સકળ વિવિધ. પોતે દેખી અનુભવ ભયો અતિ દેવ નિરજનને ઉર આણ્યા.
અર્થ - મારું અનુપમ સ્વરૂપ સુશોભિત થઈ રહ્યું છે. મારામાં કોઈ બીજું દેખાતું નથી. આ જ્ઞાનની પરિપૂર્ણ કલારૂપ એક અખંડ ચૈતન્ય મૂર્તિ છે જે પરમસુખનું ધામ છે. આ પોતાના પૂર્ણ પ્રતાપની સાથે પ્રકાશિત છે. જેમાં અન્ય બધી વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી કોઈનું પણ મિશ્રણ (મિલાવટ) નથી. પોતાની જાતનાં દર્શનથી એક નિરાળો અનુભવ થયો છે અને નિરંજન દેવ (નિર્વિકાર પરમાત્મા) હૃદયમાં વિરાજવા લાગ્યા છે.
આ જ છે ગુરુકૃપાનું અદ્ભુત ફળ.
શિષ્યનું કર્તવ્ય
પરમ દયાળુ ગુરુ સહજ ભાવથી જીવો પર દયા કરીને તેમને ઉપદેશ આપે છે, તેમને મોક્ષનો માર્ગ દેખાડે છે તથા તેમને આ માર્ગ પર ચાલવા માટે પ્રેરણા, ઉત્સાહ અને સહાયતા પ્રદાન કરે છે. પરંતુ શિષ્ય જો ગુરુની વાત જ ન સાંભળે, તેમનાથી વિમુખ રહે અને ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો શિકાર થઈને કુમાર્ગ પર ચાલે, તો તેનો નિસ્તાર (ઉદ્ધાર) ભલા કેવી રીતે થઈ શકે છે? જો હિતોપદેશી ગુરુ જીવ-કલ્યાણ માટે ઉપદેશ આપે છે તો પોતાનું કલ્યાણ ચાહનાર જીવે પણ તે ઉપદેશનો લાભ ઉઠાવવા માટે પોતાના આવશ્યક