________________
આત્માથી પરમાત્મા
339. જૈનધર્મની જ સમાન યોગદર્શનમાં પણ પરમાત્મા અથવા ઈશ્વરને બધા ગુના ગુરુ કહેવામાં આવ્યા છે. પંતજલિ રચિત યોગસૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
સઃ પૂર્વેષામપિ ગુરુ કાલેનાનવચ્છેદતાત્ 5
અર્થાત્ તે (ઈશ્વર) પૂર્વકાળમાં આવેલા બધા ગુના ગુરુ છે, કારણ કે તે કાળ (સમય) દ્વારા સીમિત નથી. ભાવ એ છે કે આ સંસારમાં આવનારા બધા સાચા ગુરુ, ભલે તે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અથવા ભવિષ્યકાળમાં આવ્યા, તેઓ બધા તત્ત્વતઃ પરમાત્માથી અભિન્ન હોય છે, કારણ કે તેઓ બધા તે અવ્યકત અથવા નિરાકાર પરમાત્માના જ વ્યક્તિ અથવા સાકાર રૂપ હોય છે. અંતર માત્ર એટલું જ છે કે કોઈપણ ગુરુ કોઈ નિશ્ચિત સમય માટે જ સંસારમાં આવે છે, જ્યારે અનાદિ અને અનંત પરમાત્મા સદા કાયમ રહેનાર છે; તે સમયની સીમાથી પર છે.
હવે એ બતાવતાં કે સ્મરણ (સુમિરન) અને ધ્યાન અથવા સમાધિના નિયમિત અભ્યાસ દ્વારા સાધકનો આત્મા પરમાત્માથી એકાકાર થઈ જાય છે, શુભચંદ્રાચાર્ય કહે છેઃ
આ પ્રમાણે નિરંતર સ્મરણ કરતાં કરતાં યોગી તે પરમાત્માના સ્વરૂપના અવલંબનથી યુક્ત થઈને તેના તન્મયત્વ (તેમાં લીન થવાની અવસ્થા)ને પ્રાપ્ત થાય છે.36
આત્મા કયા પ્રકારે પરમાત્મામાં લીન થઈને પરમાત્માથી પૂર્ણતઃ એકાકાર થઈ જાય છે, અથવા એમ કહો કે પરમાત્મા જ બની જાય છે – એને શુભચંદ્રાચાર્યએ આ શબ્દોમાં વ્યક્ત કર્યું છેઃ
તે ધ્યાન કરનાર સાધક અન્ય બધાનું શરણ છોડીને તે પરમાત્માસ્વરૂપમાં એવો લીન થાય છે કે, ધ્યાતા અને ધ્યાન - આ બન્નેના ભેદનો અભાવ થઈને ધ્યેય (પરમાત્મા)સ્વરૂપથી એકતાને પ્રાપ્ત થઈ જાય છે. આ લીનતાની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ના ભેદ મટી જાય છે.
જે ભાવમાં આત્મા અભિન્નતાથી પરમાત્મામાં લીન થાય છે, તે સમરસીભાવ આત્મા અને પરમાત્માનો સમાનતા (સમાન) સ્વરૂપભાવ છે,