SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ સાર સંદેશ તેથી તે પરમાત્મા અને આત્માને એક કરનાર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. (ભાવાર્થ, આત્મા અને પરમાત્માના આ એકત્વ ભાવમાં દ્વૈત ભાવ દૂર થઈ જાય છે; આત્મા પરમાત્મા બની જાય છે.) 340 જ્યારે આત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થાય છે ત્યારે તે એકીકરણની અવસ્થા કહેવામાં આવે છે. એ એકીકરણ(અખંડતા) અનન્યશરણ છે, પરમાત્મા સિવાય અન્ય આશ્રય નથી. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય છે અને તત્સ્વરૂપતાથી તે પરમાત્મા જ હોય છે. આ પ્રમાણે પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા થઈ જાય છે.37 જૈનધર્મ અનુસાર બહિરાત્માને પરમાત્મા બનાવવો જ પરમાર્થી સાધનાનું લક્ષ્ય છે. જે આત્મા પહેલાં શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અપનત્વ-ભાવ (પોતાપણાનો ભાવ) રાખવાના કારણે બહિરાત્મા બનેલો રહે છે, તેને બાહ્ય વિષયોથી હટાવીને આત્મિક ધ્યાનમાં લગાવવામાં આવે છે. આ અંતર્મુખી સાધનાથી તે અંતરાત્મા બની જાય છે. પછી અંતરાત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થવાના અભ્યાસ દ્વારા પરમાત્મા બની જાય છે. એટલા માટે જૈન ગ્રંથોમાં વારંવાર બહિરાત્મ-ભાવને છોડીને અંતરાત્મ-ભાવમાં દૃઢતાથી સ્થિત થઈ અને પછી અંતરાત્માને પરમાત્માના ધ્યાનમાં લીન કરીને તેને પરમાત્મા બનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ ત્યકત્વેવં બહિરાત્માનમન્તરાત્મવ્યવસ્થિતઃ । ભાવયેત્ પરમાત્માનં સર્વસંકલ્પવર્જિતમ્ ।। આ પ્રમાણે આત્માના ત્રણેય ભેદોને જાણીને બહિરાત્માપણાને છોડવું જોઈએ અને પોતાના અંતરાત્મામાં અવસ્થિત થઈને સર્વસંકલ્પ-વિકલ્પોથી રહિત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.38 હઢાલામાં પણ આ વાતની પુષ્ટિ આ શબ્દોમાં કરવામાં આવી છે. બહિરાતમતા હેય જાનિ જિ, અન્તર આતમ હૂજે; પરમાતમ કો ધ્યાય નિરન્તર જો નિત આનન્દ પૂજે 119
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy