________________
218
જૈન ધર્મ સાર સંદેશ | મુખથી બોલવામાં આવનારા કોઈ પણ ભાષાના વર્ણાત્મક શબ્દો અથવા વચનોને આપણે પોતાની ઈચ્છાથી પ્રયત્નપૂર્વક બોલીએ છીએ. પરંતુ દિવ્યધ્વનિ બધી ઈચ્છાઓથી પર તીર્થકરોની અંદરથી કોઈ પ્રયત્ન વિના અનાયાસ જ જીવોના કલ્યાણ માટે સહજભાવથી પ્રગટ થાય છે. મહાપુરાણ અને નિયમસાર તાત્પર્યાવૃત્તિમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે “ભગવાન મહાવીર)ની તે વાણી બોલવાની ઇચ્છા વિના જ પ્રગટ થઈ રહી હતી.” સ્વયમ્ભ સ્ત્રોત અને સમાધિશતક માં બતાવવામાં આવ્યું છે કે અરહન્ત ભગવાનની આ ક્રિયા સ્વાભાવિક જ વિના પ્રયત્ન થાય છે.
જૈન ધર્મમાં દિવ્યધ્વનિના સ્વરૂપના સંબંધમાં ઉપર જે વાતો બતાવવામાં આવી છે, તેવી જ વાતો અમૃતનાદોપનિષદ્ માં પણ પ્રણવ અથવા ૐકાર ધ્વનિના વિષયમાં કહેવામાં આવી છે. પ્રણવ અથવા ૐકારના દિવ્યધ્વનિના સંબંધમાં અમૃતનાદોપનિષની આ ઉકિત છેઃ
આ પ્રણવ-નામનો નાદ બાહ્ય પ્રયત્નથી ઉચ્ચારિત થનારો નથી. એ વ્યંજન નથી. સ્વર પણ નથી. કંઠ, તાળવું, ઓષ્ઠ અને નાસિકાથી ઉચ્ચારિત થનારો પણ નથી. આ મૂદ્ધ (મોઢાની વચ્ચેનો ભાગ જયાંથી મૂર્ધન્ય અક્ષરો ઉચ્ચારાય છે)થી ઉચ્ચારિત થનારો પણ નથી. બન્ને ઓષ્ઠોની ભીતર સ્થિત દંત સ્થાનથી પણ આનું ઉચ્ચારણ થઈ શકતું નથી. આ તે દિવ્ય અક્ષર છે, જે ક્યારેય ક્ષરિત (નષ્ટ) થતો નથી અર્થાત્ આ અવ્યકત નાદના રૂપમાં સદા વિદ્યમાન રહે છે. એટલા માટે (મનને સ્થિર કરવા માટે) સંયમની સાથે પ્રણવનો અભ્યાસ કરવો જોઈએ અને મનને નિરંતર નાદમાં લીન કરી રાખવું જોઈએ.10
જ્યારે મન આંતરિક નાદ અથવા દિવ્યધ્વનિના આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે તે પૂરી રીતે સ્થિર અથવા શાંત થઈ જાય છે. ત્યારે આત્મા ક્રમશઃ સ્થળ, સૂક્ષ્મ અને કારણ – ત્રણેય શરીરોથી નિર્લિપ્ત થઈને નિર્મળ બની જાય છે. આ નિર્મળ અને નિર્લિપ્ત આત્માની અંદરથી જ દિવ્યધ્વનિ પ્રસ્ફટિત થાય (ખિરે) છે. પરંતુ સાંસારિક જીવનમાં ત્રણેય શરીરોથી નિર્લિપ્ત થવાથી પણ આ આત્મા આ શરીરોથી આવૃત (ઢંકાયેલો) દેખાય છે. આ જ કારણે આત્માથી