________________
દિવ્ય ધ્વનિ
દ્વારા સાંભળી શકાય છે. પરંતુ દિવ્યવાણી અથવા ધ્વનિ ન મોં દ્વારા બોલી શકાય છે અને ન બાહ્ય કાનો દ્વારા સાંભળી શકાય છે. આ વાણી કે ધ્વનિ મોં ખોલ્યા વિના આપમેળે અંતરમાં ગૂંજે છે. પરંતુ સાધારણ રીતે મોંથી બોલવા અને કાનોથી સાંભળવાની પોતાની પુરાણી આદતના કારણે શરૂ-શરૂમાં એવું લાગે છે કે આ દિવ્યધ્વનિ મુખથી બોલવામાં આવી રહ્યો છે અને બાહ્ય કાનોથી સાંભળવામાં આવી રહ્યો છે. પરંતુ આ તો આંતરિક વાણી છે જે આંતરિક કમળરૂપી મુખથી નીકળે છે. એના સ્વરૂપનો સંકેત આપતાં જૈનધર્મના મહાપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
217
ભગવાન (મહાવીર)ના મુખરૂપ કમળથી વાદળોની ગર્જનાનું અનુકરણ કરનારો અતિશય યુક્ત મહાદિવ્યધ્વનિ નીકળી રહ્યો હતો અને તે ભવ્ય (મોક્ષાર્થી) જીવોના મનમાં સ્થિત મોહરૂપી અંધકારને નષ્ટ કરતો સૂર્ય સમાન સુશોભિત થઈ રહ્યો હતો. તે દિવ્યધ્વનિ ભગવાનના મુખથી એ પ્રમાણે નીકળી રહ્યો હતો જે પ્રમાણે પર્વતની ગુફાના અગ્રભાગથી પ્રતિધ્વનિ નીકળી રહ્યો હોય.3
મહાપુરાણના આ કથનોથી એ સ્પષ્ટ છે કે વાદળોની ગર્જના સમાન પ્રતિધ્વનિત થનારી અને સૂર્યના સમાન મોહરૂપી અંધકાર ને નષ્ટ કરનારા દિવ્યધ્વનિમાં અવાજ અને પ્રકાશ બન્ને જ જોવા મળે છે.
નાદબિન્દુપનિષદમાં પણ પ્રણવ (પરમેશ્વર)નું સ્વરૂપ દર્શાવતાં તેને નાદ અને જ્યોતિ(પ્રકાશ)થી યુક્ત કહેવામાં આવ્યું છે. આ નાદ(આંતરિક અવાજ) અને પ્રકાશના આનંદમાં મગ્ન થઈને મન આનંદમય શબ્દબ્રહ્મમાં વિલીન થઈ જાય છે, જેવું કે નાદબિન્દુપનિષદનું સ્પષ્ટ કથન છેઃ “બ્રહ્મસ્વરૂપ પ્રણવમાં સંલગ્ન (તલ્લીન) નાદ જ્યોતિ સ્વરૂપ હોય છે. તેમાં મન લયને પ્રાપ્ત થાય છે’’.
દિવ્યધ્વનિ દ્વારા નીકળનારો અવાજ આંતરિક અવાજ છે જે બાહ્ય કે
ભૌતિક મુખથી પ્રગટ કરી શકાતો નથી. પ્રસિદ્ધ જૈન ગ્રંથ કસાયપાહુડમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ ‘જે સમયે દિવ્યધ્વનિ પ્રગટ થાય (ખિરે) છે તે સમયે ભગવાનનું મુખ બંધ રહે છે.''' તિલોયપણતી અને હરિવંશ પુરાણમાં પણ દિવ્યધ્વનિને તાળવું, દંત, ઓષ્ઠ તથા કંઠના હલન-ચલન રૂપ વ્યાપારથી રહિત થઈને એક જ સમયમાં ભવ્યજનોને આનંદ દેનારો બતાવવામાં આવ્યો છે.