________________
219
દિવ્ય ધ્વનિ નીકળનારો દિવ્યધ્વનિ શરીરના સર્વાગથી નીકળતો હોય એવું પ્રતીત થાય છે. એટલા માટે આ શીર્ષકના પ્રારંભમાં એ કહેવામાં આવ્યું છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી ભગવાન મહાવીરના “સર્વાગથી એક વિચિત્ર ગર્જના રૂપ ૐકાર ધ્વનિ ગૂંજી ઊઠ્યો.'
એમાં સંદેહ નથી કે જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલા તીર્થકરોના ઊંડા અનુભવને કોઈપણ ભાષાના વર્ણાત્મક શબ્દોમાં ઠીક-ઠીક વ્યક્ત કરી શકાતું નથી. તેમનો અનુભવ મન બુદ્ધિ અને વચનથી પર હોય છે. એટલા માટે તેમનાથી સહજ ભાવથી પ્રગટ થનારો દિવ્યધ્વનિ વર્ણનાત્મક કે અક્ષરાત્મક હોઈ શકતો નથી. તે નિરક્ષરી જ હોઈ શકે છે.
આ નિરક્ષરી દિવ્યધ્વનિનો મર્મ વિખરાયેલા અને ચંચળ મન-બુદ્ધિવાળા મનુષ્યો માટે સમજી શકવો સંભવ નથી. એટલા માટે ગણધરો અથવા સુયોગ્ય પાત્રોના અભાવમાં આ દિવ્યધ્વનિ પ્રગટ થતો નથી. કહેવાય છે કે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ જવા પર પણ 66 દિવસો સુધી ગણધરનો અભાવ હોવાને કારણે ભગવાન મહાવીરનો દિવ્યધ્વનિ પ્રગટ થયો નહીં. જયવિલામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “ગણધરનો અભાવ હોવાથી... દિવ્યધ્વનિની પ્રવૃત્તિ થતી નથી.”12 આ દિવ્યધ્વનિ ગણધરના સંશયને દૂર કરવા માટે હોય છે. જીવ
જ્યારે તીર્થકર ભગવાનના ચરણોમાં શરણ લઈને તેમનાથી દીક્ષા પ્રાપ્ત કરે છે અને તેમના બતાવેલા ઉપદેશ અનુસાર અભ્યાસમાં લાગે છે, ત્યારે જ તે આ દિવ્યધ્વનિને સાંભળી શકે છે. કસાયપાહુડમાં આ પ્રશ્ન ઊઠાવવામાં આવ્યો છેઃ “જેણે જિન પાદ-મૂળમાં મહાવ્રતનો સ્વીકાર કર્યો છે( દીક્ષા લીધી છે), એવા પુરુષને છોડીને અન્યના નિમિત્તથી દિવ્યધ્વનિ કેમ પ્રગટ થતો નથી?” એના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે; “આવો જ સ્વભાવ છે.”13
જૈન ગ્રંથોના એ કથન તે અટળ આધ્યાત્મિક નિયમની તરફ સંકેત કરે છે જેના અનુસાર કોઈ તીર્થકર, પૂર્ણજ્ઞાની માર્ગદર્શક કે સદ્ગક્ની શરણમાં આવીને, તેમનાથી દીક્ષા લીધા વિના કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ તીર્થકર કે સાચો ગુરુ જ પોતાના શિષ્યોને પોતાના દિવ્યધ્વનિની અનુભૂતિનો અનુભવ પ્રદાન કરી શકે છે. તીર્થકર અથવા સદ્ગુરુ જ પોતાના શિષ્યોના આત્માને પોતાના આંતરિક ધ્વનિ સાથે જોડે અને