________________
220
જૈન ધર્મ સાર સંદેશ પોતાની પ્રજ્વલિત જ્યોતિથી તેમની બુઝાયેલી જ્યોતિને પ્રગટાવે છે. એટલા માટે જ્યાં સુધી કોઈ સાધક કોઈ તીર્થકર અથવા સદ્ગથી દીક્ષિત થઈને તેમના ઉપદેશનો અભ્યાસ કરતો નથી ત્યાં સુધી તેને તીર્થકરના દિવ્યધ્વનિનો અવાજ અને પ્રકાશનો અનુભવ પ્રાપ્ત થઈ શકતો નથી.
તીર્થકર જીવોના કલ્યાણના માટે જ સંસારમાં આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
આવા જીવોનાં ભલું થવાનાં કારણભૂત તીર્થકર કેવલી ભગવાન રૂપી સૂર્યનો ઉદય થયો; તેમની દિવ્યધ્વનિરૂપી કિરણો દ્વારા ત્યાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કર્યો.
કોઈ તીર્થકર કે સર્વશદેવની દિવ્યધ્વનિનો આશ્રય લીધા વિના આત્મતત્ત્વના સ્વરૂપનું જ્ઞાન સંભવ નથી. સમયસારની પ્રસ્તાવનામાં પંડિત પન્નાલાલજીએ પણ સીમધર સ્વામીની દિવ્યધ્વનિ દ્વારા જ શ્રી કન્દકુન્દ સ્વામીને આત્મહત્ત્વનો અનુભવ પ્રાપ્ત થવાની વાત બતાવી છે. તેઓ કહે છેઃ
શ્રી કુન્દકુન્દ સ્વામીના વિષયમાં એ માન્યતા પ્રચલિત છે કે તેઓ વિદેહ ક્ષેત્ર ગયા હતા અને સીમંધર સ્વામીની દિવ્યધ્વનિથી તેમણે આત્મતત્ત્વનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું.'
આત્મતત્ત્વનાં સાચા સ્વરૂપ કે અનંત જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કોઈ તીર્થકર કે પૂર્ણ જ્ઞાની મહાત્માના માધ્યમથી (અર્થાત્ તેમની દિવ્યધ્વનિના સહારે) પ્રાપ્ત કરવાનો અટળ આધ્યાત્મિક નિયમને એક ઉપમા દ્વારા સમજાવી શકાય છે. અગાધ સમુદ્રના જળને સીધા રીતે આપણે પી શકતા નથી અને ન આપણે એનાથી સિંચાઈના કામ લઈ શકીએ છીએ. પરંતુ સમુદ્રનું તે જ જળ
જ્યારે વરાળ બનીને વાદળનું રૂપ લઈ લે છે તો તે વર્ષા બનીને વરસે છે જેને આપણે ઉચિત વિધિથી પોતાના પીવાના કામમાં લઈ શકીએ છીએ અને તેનાથી આખી ધરતી પણ હરી-ભરી થઈ જાય છે. આજ પ્રમાણે સમુદ્રરૂપી પરમાત્માના અનંત જ્ઞાનનો અનુભવ આપણને સીધા રૂપે થઈ શકતો નથી. તે જ્ઞાન આપણને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તે વાદળરૂપી તીર્થકર કે સાચા ગુરુ બનીને