________________
292
જૈન ધર્મ સાર સંદેશ કામ એના સ્મરણમાત્રથી સિદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિઓ ભક્તિભાવપૂર્વક પ્રતિદિન આ મંત્રનો જાપ કરે છે, તેમને ઐહિક સુખોની સાથે પારલૌકિક સુખ પણ પ્રાપ્ત થાય છે અને સંસારનું પરિભ્રમણ ચક્ર એનાથી સમાપ્ત થાય છે.63
જે સમયે ગુરુ પંચપરમેષ્ઠીઓના નામનું ઉચ્ચારણ કરતાં કરતાં શિષ્યને નમોકાર(નમસ્કારાત્મક) મંત્રની દીક્ષા આપે છે તે સમયે જાણે શિષ્યના સૌભાગ્યનો ઉદય થઈ જાય છે. પંચપરમેષ્ઠીઓના પાંચ નામને લેવાના, અર્થાત્ ગ્રહણ કરવાના સમયે જ શિષ્યનાં ઘણાં બધાં પાપ કપાઈ જાય છે અને તેના જીવનની પ્રવૃતિ પરમાર્થની તરફ થઈ જાય છે. પછી ધીરે-ધીરે ગુરુ-મંત્રના જાપના અભ્યાસથી તેનાં બધાં કર્મ નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બની જાય છે. જ્ઞાનાર્ણવમાં એનો સંકેત આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
જિન ભગવાનનું નામ લેવાથી જ ભવ્ય જીવોના અનાદિકાળથી ઉત્પન્ન થયેલા જન્મમરણજન્ય સમસ્ત રોગ લઘુ (હલકા) થઈ જાય છે.
આ મંત્રરાજ મહાતત્ત્વને જેણે હૃદયમાં સ્થિત કર્યું તેણે મોક્ષ માટે પાથેય (ભાતું) સંગ્રહ કર્યું.
જે સમયે આ મહાતત્ત્વ મુનિના હૃદયમાં સ્થિતિ કરે છે તે જ કાળે સંસારના સન્તાન (સિલસિલો)નો અંકુર ઓગળી જાય છે, અર્થાત્ તૂટી જાય છે.64
ગુરુ પાસેથી નામ લેવાથી, અર્થાત્ ગુરુ દ્વારા આપવામાં આવેલા નામને ગ્રહણ કરવાથી જીવના પાપો અને દુઃખોના મટી જવાનો ઉલ્લેખ સ્તુતિ-પાઠમાં પણ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
કૃપા તારી એવી હોય, જન્મ મરણ મિટાવે મોટા, વારંવાર હું વિનંતી કરું, તમારી સેવા ભવસાગર તરું. નામ લેતાં સર્વ દુઃખ મટી જાય, તમારાં દર્શન દેખી પ્રભુ આપ, તમે છો પ્રભુ દેવોના દેવ, હું તો કરું તવ ચરણની સેવ. હું આવ્યો પૂજન કાજ, મારો જન્મ સફળ ભયો આન,