________________
293
અંતર્મુખી સાધના
નાથ તારા નામ થી, અઘ(પાપ) ક્ષણ માહિ પલાયન, જેમ દિનકર પ્રકાશથી, અંધકાર વિનાશાય.65
અનાહત ધ્યાન ગુરુ-સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું સ્મરણ (સુમિરન કે જાપ) કરવાના અભ્યાસથી અનાહત શબ્દ અથવા નાદ પ્રગટ થાય છે. જૈન ધર્મમાં અનાહત શબ્દને શ્રદ્ધા-ભકિતપૂર્વક અનાહત દેવ કહેવામાં આવ્યો છે તથા તેનો મહિમા અને ફળ બતાવતાં તેનું ધ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ચન્દ્રલેખામાં સૂક્ષ્મ સ્યુરન્ત ભાનુભાસ્વરમ્ અનાહતાભિધં દેવં દિવ્યરૂપ વિચિન્તયે
અર્થ - ચંદ્રમાની રેખાના સમાન સૂક્ષ્મ અને સૂર્ય સરખા દેદીપ્યમાન, સ્કુરાયમાન (ગૂંજાયમાન) થતા તથા દિવ્યરૂપના ધારક એવા જે અનાહત
નામના દેવ છે તેનું ચિંતવન કરો. જે શબ્દ કોઈ આઘાત અથવા ટકરાવ વિના આપમેળે ઉત્પન્ન થાય છે તેને અનાહત નાદ કહે છે. સંસારના બધા શબ્દ કોઈને કોઈ બે કે બે થી અધિક વસ્તુઓના પરસ્પર અથડાવા અથવા એક વસ્તુનું બીજી વસ્તુ દ્વારા ઠોકવા, પીટવા કે કંપિત કરવાથી ઉત્પન્ન થાય છે. એટલા માટે અનાહત શબ્દ કે ધ્વનિ બધા સાંસારિક શબ્દો કે અવાજોથી ભિન્ન છે. “દેવ” શબ્દથી દિવ્યતા કે પ્રકાશનો બોધ થાય છે. એટલા માટે “અનાહત દેવ'થી તાત્પર્ય તે દિવ્ય ધ્વનિ અથવા શબ્દ સાથે છે જેમાં દિવ્ય અવાજની સાથે દિવ્ય પ્રકાશ પણ છે. એટલા માટે જ્ઞાનાર્ણવના ઉપર આપવામાં આવેલા શ્લોકમાં અનાહત દેવને ગૂંજાયમાન અને ચંદ્ર અને સુર્યના સમાન દેદીપ્યમાન (શીતલ અને દિવ્ય જ્યોતિ સાથે પ્રકાશમાન) બને જ કહેવામાં આવ્યા છે.
દેવ’ શબ્દનો પ્રયોગ જ્યોતિ સ્વરૂપ ભગવાન કે પરમાત્મા માટે કરવામાં આવે છે. પરમાત્માને સ્વયંભૂ અર્થાત્ સ્વયં પોતાનાથી ઉત્પન્ન થનારા માનવામાં આવે છે. સંસારના બધા પદાર્થો કોઈને કોઈ કારણથી ઉત્પન્ન થાય છે, પરંતુ ભગવાન કે