________________
294
જૈન ધર્મ સાર સંદેશ પરમાત્માનું કોઈ કારણ નથી. તે એક કારણરહિત, અમૂર્ત કે અવ્યક્ત ચેતન સત્તા છે. આ અવ્યક્ત અથવા અપ્રગટ સત્તા પોતાને અનાહત શબ્દના રૂપમાં પ્રગટ કરે છે. જૈન ગ્રંથોમાં એનો સંક્તિ એમ કહીને આપવામાં આવ્યો છે કે અનાહત શબ્દ કે દિવ્ય ધ્વનિ તીર્થકર ભગવાનના મુખકમળમાંથી નીકળે છે. ભગવાનના આ જ પ્રગટ રૂપ (અનાહત દેવ કે દિવ્ય ધ્વનિ)ના સહારે જીવ અમૂર્ત અને અપ્રગટ ભગવાનનાં દર્શન કરે છે અને સંસાર-સાગરથી પાર થાય છે. એને પ્રણવ પણ કહે છે જે પરમેષ્ઠી કે પરમાત્માનું સૂચક કે બોધ કરાવનારો (વાચક) છે, અર્થાત્ પ્રણવને વાચક અને પરમેષ્ઠી કે પરમાત્માને તેનો વાચ્ય (પ્રણવ દ્વારા સૂચિત કે જ્ઞાત થનારા) માનવામાં આવે છે. આ વાતોને સમજાવતાં અને અનાહત શબ્દના ધ્યાનનો ઉપદેશ આપતાં તથા તેનું ફળ બતાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
આ અનાહત નામા દેવમાં જેમણે અભ્યાસ સ્થિર કર્યો છે એવા સપુરુષ આ દિવ્ય જહાજ દ્વારા સંસારરૂપ ઘોર સમુદ્રને તરીને શાંતિને પ્રાપ્ત થઈ ગયા છે.
એકાગ્રતાને પ્રાપ્ત થઈને, ચિત્તને સ્થિર (નિશ્ચલ) કરવા માટે તે જ અનાહતને અનુક્રમે (ક્રમે-ક્રમે)સૂક્ષ્મ ધ્યાન કરતાં-કરતાં વાળના અગ્રભાગ સમાન ધ્યાન કરો, અર્થાત્ સૂક્ષ્મથી સૂક્ષ્મતર શબ્દનું ધ્યાન કરતાં કરતાં અંતમાં અત્યંત સૂક્ષ્મ અનાહત શબ્દનું ધ્યાન કરો.
તે પશ્ચાત્ સમસ્ત વિષય જેમાં ઓગળી ગયા છે એવી રીતે પોતાના મનને સ્થિર કરનારા યોગી તે જ ક્ષણમાં જ્યોતિર્મય સાક્ષાત્ જગતને પ્રત્યક્ષ અવલોકન કરે છે.
આ અનાહત મંત્રના ધ્યાનથી ધ્યાનને અણિમા (યોગની એક સિદ્ધિ) આદિ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને દેત્યાદિક સેવા કરે છે તથા આજ્ઞા અને ઐશ્વર્ય થાય છે એમાં સંદેહ નથી.
ત્યાર બાદ ક્રમથી લક્ષ્યોથી (જોવા યોગ્ય વસ્તુઓથી) છોડાવીને, અલક્ષ્યમાં (અદશ્યમાં) પોતાના મનને ધારણ કરતાં કરતાં ધ્યાનીના અંતરંગમાં અક્ષય (અવિનાશી) તથા ઈંદ્રિયોની અગોચર જ્યોતિ અર્થાત્ જ્ઞાન પ્રગટ થાય છે.