________________
ગુરુ
બળે છે, ત્યારે તેને સંતરૂપ જડી-બુટ્ટીથી સર્પરૂપ જે મિથ્યાત્વ છે, તેનો નાશ થઈ જાય છે. આ જીવ અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે, તેનું કારણ કેવળ એ જ છે કે એને સંતરૂપી બુટ્ટી મળી નથી.20
જ્યાં સુધી જીવ નિર્મળ જ્ઞાનથી પરિપૂર્ણ કોઈ સંત સદ્ગુરુથી દીક્ષા ગ્રહણ કરીને તેમની સેવામાં લાગતો નથી. અર્થાત્ તેમના ઉપદેશાનુસાર દૃઢતાપૂર્વક પારમાર્થિક અભ્યાસમાં જોડાતો નથી, ત્યાં સુધી તેના માટે મુક્તિ પ્રાપ્ત કરવી સંભવ નથી. એટલા માટે શુભચંદ્રાચાર્ય સાચા મહાત્માનાં કેટલાંક લક્ષણોને બતાવીને તેમની સેવામાં લાગવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છેઃ
જે સંયમી મુનિ (મહાત્મા) તત્ત્વાર્થનું (વસ્તુનું) યર્થાથ સ્વરૂપ જાણે છે, મોક્ષ તથા તેના માર્ગમાં અનુરાગી છે, અને સંસારજનિત સુખોમાં નિઃસ્પૃહ (ઇચ્છારહિત) છે તે મુનિ (મહાત્મા) ધન્ય છે. તેમનું કીર્તન તથા પ્રશંસા કરવામાં આવે છે.
જે મુનિજનોનું સંયમરૂપી જીવન ક્રોધાદિ કષાયરૂપ સર્પોથી તથા અજેય રાગાદિ નિશાચરોથી નષ્ટ થયું નથી; તથા જેમનું ચિત્ત નિર્મળ જ્ઞાનરૂપ અમૃતના પાનથી પવિત્ર છે અને જે સ્થાવર ત્રસ (નહીં ચાલનારા અને ચાલનારા)ભેદયુક્ત જગતના જીવો માટે કરુણારૂપી જળના સમુદ્રો છે, હે આત્મન્! મુક્તિરૂપી મંદિર પર ચઢવાની પ્રવૃત્તિ કરતાં તને પૂર્વોક્ત પ્રકારના મુનિઓ (સંતો અથવા મહાત્માઓ)ના ચરણોની છાયા જ સોપાન (સીડી)ના પગથિયાં સમાન થશે.
175
ભાવાર્થ – જેમણે ધ્યાનની સિદ્ધિ કરવી હોય, તેમણે એવા મુનિઓ (સંતો અથવા મહાત્માઓ)ની સેવા કરવી જોઈએ.”
આ દુર્લભ મનુષ્ય-જીવનને સફળ બનાવવા માટે એ અત્યંત આવશ્યક છે કે આપણે કોઈ સાચા સદ્ગુરુની સેવામાં જઈને તેમનાથી દીક્ષા પ્રાપ્ત કરીએ અને તેમના ઉપદેશ અનુસાર પોતાની-જાતને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન (સાચી શ્રદ્ધા), સમ્યગ્નાન (સાચું જ્ઞાન) અને સમ્યક્ ચારિત્ર (સાચું આચરણ)ને સિદ્ધ કરવામાં પૂર્ણ રીતે લગાવી દઈએ. સદ્ગુરુ વિના જીવનું કલ્યાણ થઈ શકતું