________________
312
જૈન ધર્મ સાર સંદેશ જીતવું છે જેમાં તન(શરીર) અને મન-બને શાંત અને સ્થિર બનેલા રહે છે. આ સંબંધમાં જ્ઞાનાર્ગવમાં કહેવામાં આવ્યું છેઃ
જે યોગી કે સાધક વિશેષરૂપથી જિતેન્દ્રિય છે તે આસનનો જય કરે છે, અર્થાત્ આસનને જીતે છે, કારણ કે જેમનું આસન સારી રીતે સ્થિર છે તે સમાધિમાં જરા પણ કષ્ટ પ્રાપ્ત કરતા નથી. ભાવાર્થ – આસનને જીતી લે તો સમાધિ (ધ્યાન)થી ચલાયમન થતો નથી.
આસનના અભ્યાસની વિકળતાથી શરીરની સ્થિરતા રહેતી નથી અને સમાધિના સમયે શરીરની વિકળતાથી નિશ્ચય જ કષ્ટ થાય છે.
ઉત્તમ સાધક કે યોગીએ પર્યકસન કરીને (પલાંઠી લગાવીને) ધ્યાન કરવું જોઈએ. સાધક કે મુનિ જ્યારે ધ્યાનનું આસન જમાવીને બેસે ત્યારે એવું થવું જોઈએ કે તેનું અંગ કે મને કોઈ પણ પ્રકારે પણ ચલાયમાન ન થાય, તથા તેના વેગોનો સંકલ્પ શાંત થઈ ગયો હોય, તેના સમસ્ત ભ્રમ નષ્ટ થઈ ગયા હોય, એવો નિશ્ચલ હોય કે સમીપસ્થ પ્રાશ (બુદ્ધિમાન) પુરુષ પણ એવો ભ્રમ કરવા લાગી જાય કે આ શું પથ્થરની મૂર્તિ છે કે ચિત્રિત મૂર્તિ છે. આ પ્રમાણે આસન જીતવાનું વિધાન કહેવામાં આવ્યું છે.96
જે સાધક સંયમી અને વિષયો પ્રતિ અનાસક્ત ભાવ ધારણ કરનાર છે, તેઓ કોઈ પણ આસન કે અવસ્થામાં નિશ્ચલ થઈને ધ્યાન કરી શકે છે. એટલા માટે તેમને ધ્યાન કરવા માટે આસન આદિનો કોઈ નિયમ નથી, જેવું કે જ્ઞાનાવણમાં કહેવામાં આવ્યું છેઃ
જે સાધક કે યોગી સંવેગ વૈરાગ્ય યુક્ત હોય ( પોતાના મનોવેગોથી ઉદાસીન થઈ ચૂક્યો હોય), જે સંવર રૂપ હોય (કામ, ક્રોધ આદિ વિકારોના પ્રવાહથી સંવૃત કે સુરક્ષિત હોય), ધીર હોય, જેનો આત્મા