________________
313
અંતર્મુખી સાધના
સ્થિર હોય, ચિત્ત નિર્મળ હોય, તે મુનિ સર્વ અવસ્થા સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં (સમયે) ધ્યાન કરવા યોગ્ય છે.97
આદિપુરાણમાં પણ પલાંઠી લગાવીને સરળ ભાવથી સીધા થઈને સુખપૂર્વક ધ્યાનમાં બેસવાનો ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
સાધક પર્યક આસન બાંધીને પલાંઠી લગાવીને)પૃથ્વીતળ પર વિરાજમાન થાય, તે સમયે પોતાના શરીરને સમ સરળ અને નિશ્ચલ રાખે. ધ્યાનના સમયે જેનું શરીર સમરૂપે સ્થિત હોય છે, અર્થાત્ ઊંચ-નીચું થતું નથી, તેને સમાધાન અર્થાત્ ચિત્તની સ્થિરતા રહે છે અને જેનું શરીર વિષમરૂપથી સ્થિત છે તેમના સમાધાનનો ભંગ થઈ જાય છે અને સમાધાનનો ભંગ થઈ જવાથી બુદ્ધિમાં આકુળતા ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે મુનિઓએ ઉપર કહેવામાં આવેલા પર્યક આસનથી બેસીને અને ચિત્તની ચંચળતા છોડીને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. આકુળતા ઉત્પન્ન થવાથી કંઈપણ ધ્યાન કરી શકાતું નથી. એટલા માટે ધ્યાનના સમયે સુખાસન લગાવવું જ સારું છે. પર્યક આસન અધિક સુખકર માનવામાં આવે છે.98
ધ્યાનના ઉચિત સ્થાનના સંબંધમાં એ બતાવવામાં આવ્યું છે કે ધ્યાન માટે એકાંત સ્થાનમાં આસન લગાવવું ઠીક છે જ્યાં વિશેષ શોરબકેર, હલચલ અને અશાંતિ ન હોય. રત્નાકર તકમાં કહેવામાં આવ્યું છેઃ
મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો પરમ આવશ્યક છે.99
એ બતાવતાં કે એકાંતમાં જ ધ્યાનનો અભ્યાસ કરવો વ્યાવહારિક છે, રત્નાકર શતક માં પછી કહેવામાં આવ્યું છેઃ
વ્યવહારમાં કાર્ય કરનારી વિધિ આ જ છે કે એકાંત સ્થાનમાં બેસીને લલાટની મધ્યમાં – ભ્રમર (ભૃકુટી)ની વચ્ચે એનું (મંત્રનું) ચિંતન (ધ્યાન) કરે.100
ગાવસાર (જ્ઞાનસાર)માં પણ કહેવામાં આવ્યું છેઃ