________________
314
જૈન ધર્મઃ સાર સંદેશ
ધ્યાન માટે એવું સ્થાન હોય જ્યાં ધ્યાન ભંગના કારણે, અર્થાત્ બાધા (વિઘ્ન)ની સંભાવના ન હોય.101
ધ્યાનના સમયના સંબંધમાં પણ આ જ વાત લાગુ છે કે ધ્યાનનો સમય એવો હોય જ્યારે શોરબકોર, અશાંતિ કે વિઘ્ન-બાધાની સંભાવના ન હોય. આ જ દૃષ્ટિથી રાતના અંતિમ પ્રહર (ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી)ને ધ્યાનનો સૌથી ઉપયુક્ત સમય માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ મહાત્માઓએ આ પારમાર્થિક અભ્યાસ માટે અતિ સુંદર સમય માનતાં એને ‘બ્રહ્મ-વેળા' કે ‘બ્રહ્મ-મુહૂર્ત’ નામ આપી રાખ્યું છે. રાતના અંતિમ પ્રહરથી સવાર સુધીની આ વેળા, જે દિવસનો શોરબકોર શરૂ થવાના પહેલાંની વેળા છે અને જેનાથી નવા દિવસની શરૂઆત થાય છે, ધ્યાન માટે અનુકૂળ અને શાંતિમય સિદ્ધ થાય છે. એટલા માટે ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ
પ્રાતઃ ઉઠીને ભગવદ્ભક્તિ કરો. ચિત્તમાં શાંતિ આવવી જ ભગવદ્ભક્તિનું ફળ છે.102
પરંતુ સંયમી અને ધીર સાધક (ધ્યાતા) માટે કોઈ પણ સમય ઉપયુક્ત છે. એટલા માટે તેમના માટે સમય કે સ્થાનનો કોઈ પણ નિયમ નથી. જૈન મહાપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
=
તેને (ધ્યાતાને) ધ્યાન કરવાનો કોઈ નિયત કાળ હોતો નથી, કારણ કે સર્વદા શુભ પરિણામોનું થવું સંભવ છે. આ વિષયમાં ગાથા છે – કાળ પણ તે જ યોગ્ય છે જેમાં ઉત્તમ રીતિથી યોગનું સમાધાન પ્રાપ્ત થાય છે. ધ્યાન કરનારાઓ માટે દિવસ રાત્રિ અને વેળા આદિ રૂપથી સમયમાં કોઈપણ પ્રકારનું નિયમન કરી શકાતું નથી.103
વાસ્તવમાં સંયમી અને અભ્યસ્ત ધ્યાતા માટે સમય, સ્થાન, આસન આદિનો કોઈ ખાસ નિયમ નથી. એને સ્પષ્ટ કરતાં આદિપુરાણમાં પણ કહેવામાં આવ્યું છેઃ
ધ્યાન કરવાના ઇચ્છુક ધીર-વીર મુનિઓ કે સાધકો માટે દિવસ-રાત અને સંધ્યાકાળ આદિ કાળ પણ નિશ્ચિત નથી, અર્થાત્ તેમના માટે