________________
315
અંતર્મુખી સાધના
સમયનો કોઈ પણ નિયમ નથી, કારણ કે ધ્યાનરૂપી ધન બધા સમયમાં ઉપયોગ કરવા યોગ્ય છે, અર્થાત્ ધ્યાન ઇચ્છાનુસાર બધા સમયમાં કરી શકાય છે, કારણ કે બધા દેશ (સ્થાન), બધા કાળ (સમય) અને બધી ચેષ્ટાઓ (આસનો)માં ધ્યાન ધારણ કરનારા અનેક મુનિરાજ આજ સુધી સિદ્ધ થઈ ચૂક્યા છે, અત્યારે થઈ રહ્યા છે અને આગળ પણ થતા રહેશે. એટલા માટે ધ્યાન માટે દેશ, કાળ અને આસન વગેરેનો કોઈ ખાસ નિયમ નથી. જે મુનિ જે સમયે, જે દેશમાં અને જે આસનથી ધ્યાનને પ્રાપ્ત થઈ શકે છે તે મુનિના ધ્યાન માટે તે જ સમય, તે જ દેશ અને તે જ આસન ઉપયુક્ત માનવામાં આવ્યું છે. 104
ધ્યાનશતકના શ્લોક 38-40ની વ્યાખ્યા કરતાં કહૈયાલાલ લોઢા અને સુષમા સિંઘવીએ પણ ધ્યાનના સમય, સ્થાન અને આસનના સંબંધમાં આ જ વિચારની પુષ્ટિ કરી છે. તેઓ કહે છેઃ
ધ્યાન કરનારાઓ માટે કોઈ નિશ્ચિત દિવસ, રાત્રિ અને વેળાનો નિયમ બનાવી શકાય નહીં. પરિપકવ ધ્યાતા કોઈ પણ કાળમાં નિબંધ રૂપથી (બાધા વિના) ધ્યાનસ્થ થઈ શકે છે.
ધ્યાન માટે પદ્માસન, વજાસન, ખગાસન આદિ કોઈ આસનવિશેષ આવશ્યક નથી. જે આસનથી સુખ અને સ્થિરતા પૂર્વક બેસી શકાય, ધ્યાન માટે તે જ આસન ઉપયુક્ત છે.
બધા દેશ, સર્વકાળ અને સર્વચેષ્ટા (આસનો)માં વિદ્યમાન (સ્થિત થઈને), ઉપશાંત દોષવાળા (વિકાર રહિત) અનેક મુનિઓએ (ધ્યાન દ્વારા) ઉત્તમ કેવલજ્ઞાન આદિની પ્રાપ્તિ કરી છે, તેથી ધ્યાન માટે દેશ, કાળ ચેષ્ટા (આસન)ના કોઈ નિયમ નથી પરંતુ જે પ્રમાણે મન, વચન અને કાયાના યોગો (ક્રિયાઓ)નું સમાધાન (સ્થિરતા) થાય, તે જ પ્રમાણેનો પ્રયત્ન કરવો જોઈએ.105
ધ્યાન માટે શાંત અને સ્થિર હોવું અત્યંત આવશ્યક છે. આ વાતને સ્પષ્ટ કરતાં કન્ડેયાલાલ લોઢા પોતાના એક અન્ય પુસ્તકમાં કહે છેઃ