________________
316
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનનું સ્થાન એકાંત તથા શાંત હોવું જોઈએ. ધ્યાન-કાળમાં મોન રાખવું આવશ્યક છે. ધ્યાન માટે કોઈ પ્રકારનું વિશેષ સ્થાન, વિશેષ કાળ અને વિશેષ આસન હોય, એ આવશ્યક નથી. જે કાળ અને સ્થાન અશાંતિનું કારણ ન હોય, તે જ કાળ અને સ્થાન ધ્યાન માટે ઉપયુક્ત છે. જે આસનથી સ્થિરતા અને સુખપૂર્વક બેસી શકાય, તે જ આસનથી બેસવામાં આવે. કરોડરજ્જુ સીધી રાખો, આંખો બંધ કરી લો.06
અજ્ઞાનવશ જૂઠા વિષય-સુખની શોધમાં બહાર ભટકનારા મનને ધ્યાન દ્વારા જ અંદર વાળવામાં આવે છે. અજ્ઞાન અને દુઃખથી જીવને મુક્ત કરવાનું ધ્યાન જ એક માત્ર કારગર સાધન છે. જેવું કે પહેલા કહેવાઈ ચૂક્યું છે, જૈન ધર્મમાં ધ્યાનને એક વ્યાપક અર્થમાં લેવામાં આવે છે જેમાં ધ્યાનની પ્રારંભિક અવસ્થાથી લઈને એની પૂર્ણ પરિપકવ અવસ્થા સુધીની બધી અવસ્થાઓ સામેલ છે. પ્રારંભમાં જયાં સુધી એકાગ્રતા અને સ્થિરતાની કમી રહે છે ત્યાં સુધી ધ્યાનીને ધ્યાનના લાભનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે ધીરે-ધીરે અંતરમાં એકાગ્રતા આવતી જાય છે ત્યારે અંતરનું અંધારું દૂર થવા લાગે છે અને આંતરિક દિવ્ય પ્રકાશ અને દિવ્યધ્વનિના અનુભવથી ધ્યાનીને ધ્યાનનો આનંદમય રસ પ્રાપ્ત થવા લાગે છે. ધ્યાન દ્વારા કર્મોની કાલિમા હટે છે, અંધકાર દૂર થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે, વિષયોની ભૂખ મટે છે, ચિત્તમાં શાંતિ અને સામ્યભાવનો ઉદય થાય છે, બધા પારમાર્થિક ગુણ અને શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે, બધી અભિલાષાઓ પૂરી થઈ જાય છે, આત્મા પરમાત્માથી અભેદ થઈને પરમાત્મા બની જાય છે અને તેને સદાને માટે મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાન દ્વારા તે બધા પદાર્થોની પ્રાપ્તિ થઈ જાય છે જે મનુષ્ય માટે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને ધ્યાનીનું મનુષ્ય-જીવન સાર્થક થઈ જાય છે. જ્ઞાનાવમાં ધ્યાન દ્વારા પ્રાપ્ત થનારા ફળોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
અહો જુઓ, આ આત્મા અનંતવીર્યવાન્ (અનંત શક્તિથી યુક્ત) છે તથા સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરનારો છે તથા ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રણેય લોકોને પણ ચલાયમાન કરી શકે છે. આ આત્માની