SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માથી પરમાત્મા 333 જ્યારે સાધક પોતાના અંતરમાં ઉઠનારી રાગ-દ્વેષાદિ લહેરોને શાંત કરવામાં સફળ થાય છે ત્યારે તે અંતરાત્માનો અનુભવ કરી શકે છે. ત્યારે તેને સમત્વ-ભાવની પ્રાપ્તિ થઈ જાય છે અને તે બધાને સમદષ્ટિથી જોવા લાગે છે. આ અવસ્થાને જેનામામૃતમાં આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છેઃ જેનું મનરૂપી જળ રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા લોભાદિક તરંગોથી ચંચળ થતું નથી તે જ પુરુષ આત્માના યથાર્થ સ્વરૂપને જુએ છે અર્થાત્ અનુભવ કરે છે. તે આત્મતત્ત્વને ઈતર (બીજો) જન અર્થાત્ રાગ-દ્વેષાદિ કલ્લોલો (લહેરો)થી આકુલિત (વ્યાકુળ) ચિત્તવાળો મનુષ્ય જોઈ શકતો નથી. જેને આત્મ-દર્શન થઈ જાય છે, તે અંતરાત્મા શત્રુ અને મિત્ર પર સમ-ભાવી થઈ જાય છે, તેના માટે માન અને અપમાન સમાન બની જાય છે, તે સાંસારિક વસ્તુઓના લાભ અથવા અલાભમાં સમાન રહેવા લાગે છે અને લોષ્ઠ-કાંચન (માટીનો ઢગલા અને સોનું) ને સમ-દષ્ટિથી જોવા લાગે છે.25 પોતાના અંતરાત્માનું જ્ઞાન થવાથી જ પરમાત્માનું જ્ઞાન થાય છે. એટલા માટે પરમાત્માનું જ્ઞાન કરતાં પહેલા પોતાના અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું આવશ્યક છે. એને સ્પષ્ટ કરતાં શુભચંદ્રાચાર્ય પોતાના 'જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહે છેઃ અજ્ઞાતસ્વસ્વરૂપેણ પરમાત્મા ન બુધ્યતે | આત્મવ પ્રાન્વિનિશ્ચયો વિજ્ઞાતું પુરુષ પરા અર્થ-જેણે પોતાના આત્માનું સ્વરૂપ જાણ્યું નથી તે પરમ પુરુષ પરમાત્માને જાણી શકતો નથી. આ કારણે પરમ પુરુષ-પરમાત્માને જાણવાની ઇચ્છા રાખનાર પહેલાં પોતાના આત્માનો જ નિશ્ચય કરે. એટલા માટે અંતરાત્મા પર વિચાર કર્યા પછી હવે આપણે પરમાત્માના સંબંધમાં વિચાર કરીશું.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy