SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 332 જૈન ધર્મ સાર સંદેશ રાગી બજ્ઞાતિ કર્મારિ વીતરાગી વિમુગંતિ | જીવો જિનોપદેશોડયં સંક્ષેપા બન્ધમોક્ષયોઃ II રાગી જીવ કર્મોને બાંધે છે અને વીતરાગી કર્મોથી વિમુક્ત થાય છે. સંક્ષેપમાં જિનદેવે બંધ અને મોક્ષનો આટલો જ ઉપદેશ આપ્યો છે.23 વીતરાગતા અથવા અનાસક્તિના ભાવ દઢ કરવા માટે અભ્યાસીએ સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થો પ્રતિ પોતાના મમત્વનો પૂરી રીતે ત્યાગ કરી દેવો બિલકુલ આવશ્યક છે. આ મમત્વથી છુટકારો પામવા માટે જેનામામૃતમાં અભ્યાસીને નિમ્નલિખિત વિચારધારાને અપનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કુટુંબ, ધન અને શરીરાદિના સંયોગથી જ દેહીઓને (શરીરધારી સંસારી પ્રાણીઓને) આ સંસારમાં સહસ્ત્રો દુઃખ ભોગવવા પડે છે. એટલા માટે હું મન-વચન-કાયાથી આ સર્વ પરપદાર્થોને છોડું છું અર્થાત્ તેમનામાં મમત્વભાવનો પરિત્યાગ કરું છું. શરીરની બાળ-વૃદ્ધાદિ દશાઓના થવાથી તથા વ્યાધિ અને મૃત્યુના આવવાથી જ્ઞાની જીવ કેવો વિચાર કરે છે- જયારે હું અજર-અમર છું, ત્યારે મારું મૃત્યુ થઈ શકતું નથી, પછી તેનો ભય કેમ હોય? જ્યારે મુજ ચૈતન્યમૂર્તિને કોઈ વ્યાધિ થઈ શકતી નથી, ત્યારે તેની વ્યથા મને કેમ હોય? વાસ્તવમાં હું ન બાળ છું, ન વૃદ્ધ છું અને ન યુવાન છું. આ બધી અવસ્થાઓ તો પુદ્ગલ (જડ પરમાણુઓ)માં હોય છે. પછી આ અવસ્થાઓના પરિવર્તનથી મારે રજમાત્ર પણ દુઃખી થવું જોઈએ નહીં. શારીરિક વિષય-ભોગોની તરફ દોડનારી મનોવૃત્તિ અથવા વિષયાભિલાષાને દૂર કરવા માટે અથવા રોકવા માટે જ્ઞાની જીવ વિચારે છે- મોહવશ મેં પાંચેય ઈન્દ્રિયોના વિષયભૂત રૂપ-રસ-ગંધસ્પર્ધાત્મક બધાં પુદ્ગલ જ્યારે વારંવાર ભોગવી-ભોગવીને છોડ્યાં છે, ત્યારે આજે ઉચ્છિષ્ટ (એઠું) ભોજનના તુલ્ય તે જ પુદ્ગલોમાં મુજ જ્ઞાનીની અભિલાષા કેવી?24
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy