________________
331
આત્માથી પરમાત્મા
એટલું કહેવું છે કે એકમાત્ર પરમાર્થ સ્વરૂપ આત્માનો અનુભવ કરો, ... એકમાત્ર નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જ સાર છે.
આત્માના આંતરિક અનુભવ દ્વારા જ્યારે અભ્યાસીને આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે આત્માને નિત્ય અમર અને અવિનાશી તથા બધા બાહ્ય પદાર્થોથી ભિન્ન સમજીને તેમનાથી વીતરાગ અથવા અનાસક્ત થઈ જાય છે. જેનામામૃતના અનુસાર તેની વિચારધારા આ પ્રકારની થઈ જાય છેઃ
જ્ઞાન અને દર્શનથી સંપન્ન મારો આ આત્મા સદા એક અખંડ, ધ્રુવ (અડગ), અવિનાશી અને અમર છે. એના સિવાય જેટલા બાહ્ય પદાર્થ છે, તેઓ બધા મારાથી ભિન્ન છે અને નદી-નાવ સંયોગની સમાન કર્મ-સંયોગથી પ્રાપ્ત થયા છે. એટલા માટે મારે પર પદાર્થોમાં રાગદ્વેષને છોડીને એકમાત્ર પોતાની આત્મામાં જ અનુરાગ કરવો જોઈએ.
હું સદાકાળ એક છું (પરના સંયોગથી રહિત છું) નિર્મમ છું, (મમત્વ ભાવથી રહિત છું), શુદ્ધ છું, જ્ઞાની છું (સ્વ પરના ભેદ-વિજ્ઞાનરૂપ વિવેકજ્યોતિથી પ્રકાશમાન છું) અને યોગીન્દ્રગોચર છું (કવલ-શ્રુતકેવલી વગેરે મહાન યોગીઓના જ્ઞાનનો વિષય છું) કર્મ-સંયોગથી પ્રાપ્ત બાહય બધા પદાર્થો મારાથી સર્વથા ભિન્ન છે, તેઓ ત્રિકાળમાં પણ મારા થઈ શકતા નથી.22
સાંસારિક વિષયો પ્રતિ રાગ અથવા આસક્તિ હોવાને કારણે જ જીવ બંધનમાં પડે છે અને તેમનાથી વીતરાગ અથવા અનાસક્ત થઈ જતાં મુક્ત થઈ જાય છે. આ જ જૈન ધર્મનો મૂળ ઉપદેશ છે, જેમ કે જૈનધામૃતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
બધ્યતે મુચ્યતે જીવઃ સમમાં નિર્મમઃ ક્રમાત્ | તસ્માત્સર્વપ્રયત્નન નિર્મમત્વ વિચિન્તયેત્ |
સ્ત્રી-પુત્ર-ધનાદિમાં મમતા રાખનાર જીવ કર્મોથી બંધાય છે અને તેમનામાં મમતા ભાવ નહીં રાખનાર જીવ કર્મોથી છુટી જાય છે. એટલા માટે જ્ઞાનીજનો માટે જરૂરી છે કે તેઓ સર્વ પ્રકારના પ્રયત્નો દ્વારા નિર્મમત્વભાવનું ચિંતન કરે; અર્થાત્ પર પદાર્થોમાં મમતાનો ત્યાગ કરે.