SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 334 જૈન ધર્મ સાર સંદેશ પરમાત્મા બધાં જીવ પરમાત્મા બનવા ચાહે છે, બધા ની આંતરિક પ્રવૃત્તિ પરમાત્મા બનવાની છે; કારણ કે બધા પરમાત્માનાં જ અવ્યક્ત અથવા અપ્રગટ રૂપ છે, અથવા એમ કહીએ કે બધામાં પરમાત્મા અવ્યકત રૂપથી વર્તમાન (હાજર) છે.” જીવના પરમાત્મરૂપ પ્રાપ્ત કરી લેવાને જ મોક્ષ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે અજ્ઞાની જીવ પોતાનાથી ભિન્ન બાહ્ય વસ્તુઓ અથવા વ્યક્તિઓ (ધન-સંપતિ, કુટુંબ-પરિવાર વગેરે)ને પોતાના સમજીને તેમનામાં સુખ શોધવાની કોશિશ કરે છે. પરંતુ આ બધાં મિથ્યા અને નશ્વર છે. તેમનાથી સાચું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સાચું સુખ પરમાત્મપદ, મોક્ષ અથવા નિર્વાણની પ્રાપ્તિ કરવાથી જ મળે છે. જેનામામૃતમાં આ પરમ કલ્યાણરૂપ સુખનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. જન્મજરામયમરણેઃ શોકેદ્ર પૈભવૈશ્ચ પરિમુક્તમ્ નિર્વાણ શુદ્ધસુખ નિઃ શ્રેયસમિષ્યતે નિત્યમ્ | તે નિવાર્ણ, જન્મ-જરા-મરણ, રોગ-શોક, દુઃખ અને ભયથી પરિમુક્ત (સંપૂર્ણ મુક્ત) છે, ત્યાં આત્માનું શુદ્ધ સુખ છે અને તે નિત્ય પરમ કલ્યાણરૂપ કહેવામાં આવ્યું છે.28 - જ્યારે જીવ બધાં કર્મોથી મુક્ત થઈને અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરોથી છુટકારો પામીને પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે, ત્યારે એ પરમાત્મા બની જાય છે. તેને જ જેનધર્મમાં જિન, ઈશ્વર, પરમાત્મા વગેરે નામોથી પોકારવામાં આવે છે, જેમ કે જેને ધમકૃતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ નિર્મલ કેવલઃ શુદ્ધો વિવિક્તઃ પ્રભુરક્ષયા પરમેષ્ઠી પરાત્મતિ પરમાત્મશ્વરો જિનઃ || જે નિર્મલ છે (કર્મમલથી રહિત છે), કેવલ છે (શરીરાદિના સંબંધથી વિમુક્ત છે), શુદ્ધ છે, વિવિક્ત છે (શરીરરૂપનો કર્મ (જે
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy