________________
આત્માથી પરમાત્મા
335 કર્મનિર્મિત છે) થી વિમુક્ત છે) અક્ષય છે ( અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપ અનંતચતુષ્ટયને ધારણ કરવાથી ક્ષય-રહિત છે), પરમેષ્ઠી છે (ઇન્દ્રાદિપૂજિત પરમપદમાં વિદ્યમાન છે), પરમાત્મા છે (સર્વ સંસારી જીવોથી ઉત્કૃષ્ટ છે), ઇશ્વર છે (અન્ય જીવોમાં જોવા ન આવનાર એવા અનંત જ્ઞાનાદિરૂપ ઐશ્વર્યથી યુકત છે) અને જિન છે (સર્વ કર્મોના ઉન્મેલન (જડમૂળથી ઉખેડવું તે) કરનાર વિજેતા છે) તેને પરમાત્મા કહે છે.”
જે જીવ પહેલાં બહિરાત્મા હતો, તે જ જ્યારે વિષય-વિકારોથી પોતાના ધ્યાનને હટાવીને અને તેને પોતાની અંદર લાવીને તેને આંતરિક પ્રકાશથી જોડે છે, ત્યારે તે અંતરાત્મા બની જાય છે. પછી તે જ જીવ જ્યારે આંતરિક ધ્યાન અથવા સમાધિની સૌથી ઊંચી અવસ્થામાં પહોંચી જાય છે, ત્યારે તે પરમાત્મા બની જાય છે. એને જેનામામૃતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ
જે આ ઉત્તમ અંતરાત્માની સર્વોચ્ચ દશામાં પહોંચીને પોતાના સર્વ આંતરિક વિકારોનો અભાવ કરીને પરમ કેવલ્યને પ્રાપ્ત કરી લે છે, તેને પરમાત્મા, કેવલી, જિન, અરહન્ત, સ્વયજૂ... વગેરે નામોથી પોકારે છે.30
પરમાત્માના ગુણોનું ન યથાર્થરૂપે વર્ણન કરી શકાય છે અને ન કોઈ સંસારી પદાર્થ સાથે તેની ઉપમા જ આપી શકાય છે. તો પણ જીવોની બૌદ્ધિક ક્ષમતા અનુસાર તેમને સમજાવવા માટે શુભચંદ્રાચાર્યએ પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પરમાત્માના સ્વરૂપના સંબંધમાં આ પ્રમાણે કહ્યું છે.
નિર્લેપો નિષ્કલઃ શુદ્ધો નિષ્પન્નોડત્યન્તનિવૃતઃ | નિર્વિકલ્પ શુદ્ધાત્મા પરમાત્મતિ વર્ણિતઃ |
જે નિર્લેપ છે, અર્થાત્ જેમાં કર્મોનો લેપ નથી, જે નિષ્કલ (શરીર રહિત) છે, શુદ્ધ છે, અર્થાત્ જેમાં રાગ, દ્વેષ વગેરે વિકાર નથી, જે નિષ્પન્ન છે, અર્થાત્ પૂર્ણરૂપ છે (જેને કંઈ કરવાનું શેષ નથી),