________________
28
જૈન ધર્મ સાર સંદેશ મહાવીર સ્વામીનું જીવન જૈન ધર્મના ચોવીસમા અથવા અંતિમ તીર્થકર વર્ધમાન મહાવીર, બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ (જેમનો સમય ઈ.સ.પૂર્વે 563-483 માનવામાં આવે છે.) ના સમકાલીન હતા. તેઓ બુદ્ધથી થોડા વર્ષ મોટા હતા અને બુદ્ધથી પહેલાં એમણે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. એમનો જન્મ ઈ.સ. પૂર્વે 599 માં થયો અને પરિનિર્વાણ ઈ.સ. પૂર્વે 527 માં થયું. જટખાગમના ટીકાકાર સ્વામી વીરસેનના કથનથી એમના આ પરિનિર્વાણ-કાળને સમર્થન મળે છે. પટખાગમના વેદનાખંડના પ્રારંભમાં વીરસેન કહે છે કે શક સંવત શરૂ થવાના ઠીક 605 વર્ષ અને 5 માસ પહેલાં (અર્થાત્ લગભગ ઈ.સ. પૂર્વે 527 માં) ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું.
બાળપણમાં એમનું નામ વર્ધમાન હતું અને પાછળથી કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. એમના પિતા રાજા સિદ્ધાર્થ વૈશાલીની પાસેના કુડુગ્રામ અથવા કુડપુર (જેને આજકાલ બસાઢ કહે છે)ના રહેવાસી કાશ્યપવંશી ક્ષત્રિય હતા અને એમની માતા ત્રિશલા તત્કાલીન વૈશાલીના રાજા ચેટકની બહેન હતી. આ રીતે વૈશાલીના રાજા ચેટક એમના મામા હતા જેમની પુત્રી ચેલનાના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. આ રીતે પોતાની માતાના સંબંધ દ્વારા તેઓ વૈશાલી અને મગધ-બે પ્રભાવશાળી રાજ પરિવારો સાથે જોડાયેલા હતા.
બાળપણથી જ વર્ધમાનની રુચિ સાંસારિક વિષયો તરફ ન હતી. છતાં પણ પોતાના માતા-પિતાના જીવનકાળ સુધી તેઓ તેમની સાથે રહ્યા અને તેમની ઈચ્છા અનુસાર એમણે પારિવારિક જીવન વિતાવ્યું. એમના વિવાહ યશોદા નામની એક રૂપવાન કન્યા સાથે થયા જેના દ્વારા તેમને એક પુત્રી પેદા થઈ. પરંતુ દિગંબર મત અનુસાર તેઓ હમેશાં અવિવાહિત રહ્યા. જે પણ હોય, પોતાના માતા-પિતાના મૃત્યુ બાદ 28 વર્ષ (અથવા કેટલાક અનુસાર 30 વર્ષ)ની ઉંમરે પોતાના મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ લઈને એમણે ઘર-બાર છોડી દીધાં. ગૃહત્યાગના એક વર્ષ પછી એમણે વસ્ત્રનો સંપૂર્ણરીતે ત્યાગ કરી દીધો અને નગ્ન રૂપમાં રહીને તેઓ કઠિન સાધનામાં લાગેલા રહ્યા. બાર વર્ષની કઠિન સાધના બાદ એમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેના પછીનું સમગ્ર જીવન